ડાકોર- કપડવંજ રોડ બિસ્માર હાલતમાં : વાહન ચાલકો પરેશાન
(પ્રતિનિધિ) ડાકોર, ડાકોર કપડવંજ રોડ છેલ્લા એક વર્ષથી બિસ્માર હાલતમાં રોજ આરોડ ઉપર સ્થાનીક તેમજ અજુબાજુવાળા ગામડામાં રહેતાં સ્થાનિક લોકો આરોડના માર્ગનો ઉપયોગ કરતા હોય છે જ્યારે આ રોડ ઉપરથી સ્થાનિક તેમજ બહારગામના વ્યક્તિઓ વાહન હાલતા હોય છે ત્યારે તેમની ગાડી હોય કે મોટરસાઇકલ. જે પસાર કરતી વખતે પચ્ચર થઈ જાય છે તેમજ વાહનોને નુકશાની પહોંચે છે.
હાલ.આ રોડ ઉપર નવીન ફલાયઓવરબ્રિજનું કામ ચાલે છે તે કામ ખુબજ મંદ ગતિએ ચાલે છે આ બ્રિજના કોન્ટ્રાક્ટર દ્વાર આ રસ્તા ઉપર જ્યારનું બ્રિજનું કામ ચાલું થઈ ગયું હોય છતાં સર્વિસ રોડ બનાવેલ નથી તેમજ આખા રોડ ઉપર ખાડા પડી ગયા છે અને સ્થાનીકોના જણાવ્યા પ્રમાણે આ ખાડા પડી જવાથી આ કપડવંજ રોડ ઉપરના દુકાનો ધરાવતા વેપારીના ધંધા પણ ઓછા થઈ ગયા છે જે થી કોન્ટ્રાકટર દ્વારા વહેલી તકે આ નવા બિઝની આજુબાજુ જે ખાડા પડી ગયેલ છે તે પુરવાની સ્થાનિક લોકોને આવા જવા માટે તેમજ વેપારી બધું ઓ ને રોજીરોટી મળી રહે જેથી આ બ્રિજના કોન્ટ્રાકટર દ્વારા આ બ્રિજનું કામ વહેલી તકે પૂર્ણ કરે. આ રસ્તા બાબતે સ્થાનીક રહેવાસી ના જણાવ્યા પ્રમાણે આ રોડ ઉપરથી પસાર થઈએ ત્યારે બાઈકો તેમજ રીક્ષાને દરરોજ પંચર પડી જાય છે