પાદરા APMCના ચેરમેન વિરૂધ્ધ ૧ર સભ્યો દ્વારા અવિશ્વાસની દરખાસ્ત
ભાજપ સામે બંડ પોકારનાર દિનુમામાના નિકટના સાથીને ભીંસમાં લેવાની રાજરમત
પાદરા, વડોદરા જીલ્લાના પાદરા તાલુકા ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિના પ્રમુખ પ્રવિણસિંહ સિંધાની વિરોધમાં બજાર સમિતિના ૧ર ડીરેક્ટરોએ બજાર સમિતિમાં અનિયમિતતા અને ફરજ પર ગેરહાજર રહતા હોવાથી અવિશ્વાસની દરખાસ્ત રજુ કરવામાં આવતા પાદરા બજાર સમિતિના રાજકીય મોરચેેે ખળભળાટ મચી જવા પામ્યો છે.
દિનુ મામાના નિટકના સાથી પ્રમુખ ડીરેક્ટરો સામે બજાર સમિતિના જ દિનુમામાના અન્ય સાથી ડીરેકટરોએ જ અવિશ્વાસની દરખાસ્ત જીલ્લા રજીસ્ટારને લેખિતમાં કરતા એપીએમસીમાં સોંપો પડી જવા પામ્યો છે.
પાદરા બજાર સમિતિમાં પૂર્વ પ્રમુખ ભાસ્કરભાઈ પટેલની મુદત પૂર્ણ થતાં પાદરા બજાર સમિતિમાં પ્રમુખ તરીકે માજી ધારાસભ્ય અને બરોડા ડેરીના ચેરમેન દિનુમામાના નિટકના સાથથી ડીરકેટર પ્રવિણ સિંધાનેે એપીએમસીના ડીરેક્ટરો દ્વારા સર્વાનુમતે પ્રમુખ તરીકેે નિયુક્ત કરવામાં આવ્યા હતા.
પરંતુ પાદરા ખેડૂત વિભાગની પેનલના પાંચ ડીરેક્ટરો, વેપારી પેનલ વિભાગના ચાર ડીરેક્ટરો, સહકારી ખરીદ-વેચાણ સંઘ મંડળીના બે અને સ્થાનિક સતા મંડળના એક ડીરેકટર મળી કુલ ૧ર ડીરેક્ટરો દ્વારા પાદરા બજાર સમિતિના પ્રમુખ પ્રવિણસિંહ સિંધા મુવાલ સામે અવિશ્વાસની દરખાસ્ત વડોદરા જીલ્લા રજીસ્ટારને લેખિતમાં જાણ કરવામાં ઓવેલ છે.
પ્રવિણસિંહ સિંધા સામે પાદરા બજાર સમિતિના પ્રમુખ હોવા છતાં બજાર સમિતિમાં અનિયમિતતા તેમજ ફરજ પર ગેરહાજર રહેતા હોવાના મુદ્દે અન્ય ડીરેક્ટરોનો અસંતોષ હોય જેને લઈ લેખિત રજુઆતના પગલે ે પાદરાના રાજકીય મોરચેે ખળભળાટ મચી જવા પામ્યો છે.
ઉલ્લેખનીય છે કે પાદરા બજાર સમિતિના ડીરેક્ટર પ્રદ્યુમનસિંહ ચૌહાણની આગેવાનીમાં જ દિનુમામા ના જુથને છોડી છેેડો ફાડી ભાજપની સાથે હાથ મિલાવી અવિશ્વાસની દરખાસ્ત લાવ્યા હોવાની પણ એક ચર્ચાઓ ઉઠી રહી છે. ડીરેક્ટરોની લેખિત રજુેઆતના પગલે સાત દિવસનો સમયમાં તપાસ બાદ સુનાવણીના આધારે નિર્ણય લેવામાં આવશે એવું જાણવા મળે છે.
પાદરા બજાર સમિતિના ડીરેક્ટરમાં અવિશ્વાસની લેખિત રજુઆત કરી મોટાભાગના તમામ ડીરેેક્ટરો પોતાના મોબાઈલ ફોન સ્વીચ ઓફ કરી બહાર પ્રવાસે નીકળી ગયા હોવાની માહિતી સુત્રો દ્વારા પ્રાપ્ત થઈ છે.