ઉ.ભારતમાં બરફવર્ષાની અસર દેખાઈ, હવે ઠંડી જોર પકડશે
નવી દિલ્હી, ઉત્તર ભારતમાં ડિસેમ્બર મહિનાએ હવે પોતાના અસલી તેવર બતાવાના શરુ કરી દીધા છે. યૂપી-બિહારમાં ઠંડી વધી ગઈ છે અને ગાઢ ધુમ્મસ છવાઈ ગયો છે. પહાડો પર થઈ રહેલી બરફવર્ષાની અસર હવે મેદાની વિસ્તારોમાં પણ જાેવા મળી રહી છે.
દિલ્હી-એનસીઆરથી લઈને ઝારખંડ, પંજાબ અને હરિયાણામાં પણ કડકડતી ઠંડી જાેવા મળી રહી છે. આ વિસ્તારોમાં દિવસમાં ત઼ડકાના કારણે ઠંડી ઓછી હોય છે, પણ સવાર અને સાંજના સમયે કડકડતી ઠંડી સતાવી રહી છે. એક બાજૂ ઉત્તર ભારતમાં ઠંડી વધી રહી છે, તો વળી બીજી બાજૂ દક્ષિણના રાજ્યોમાં વરસાદ થઈ રહ્યો છે. મધ્ય પ્રદેશ અને મહારાષ્ટ્રના અમુક વિસ્તારોમાં વરસાદ જાેવા મળી રહ્યો છે.
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, જમ્મુ કાશ્મીર, ઉત્તરાખંડ અને હિમાચલ પ્રદેશમાં થઈ રહેલા બરષવર્ષાના કારણે ઠંડી વધી રહી છે અને તેની અસર રાજધાની દિલ્હીમાં પણ જાેવા મળી રહી છે.
ભારતીય હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, દક્ષિણ-પૂર્વ અને આજૂબાજૂના પૂર્વ મધ્ય અરબ સાગર પર એક લો પ્રેશરનું ક્ષેત્ર બનવાની સંભાવના છે. આજે તમિલનાડૂ, દક્ષિણ આંતરિક કર્ણાટક, દક્ષિણ તટીય આંધ્ર પ્રદેશ, કેરલ, માહે, રાયલસીમામાં મોટા ભાગની જગ્યા પર હળવાથી મધ્યમ વરસાદ અને અલગ અલગ જગ્યા પર ભારે વરસાદ થવાની સંભાવના છે.
જાે કે, તે બાદ વરસાદની સ્થિતિમાં ઘટાડો થઈ શકે છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, બિહાર ઉત્તર પ્રદેશમાં આજે સવારે ધુમ્મસ છવાયેલો રહ્યો હતો અને દિવસમાં પણ કેટલીય જગ્યા પર આકાશી વાદળ છવાયેલા રહ્યા હતા. રાજસ્થાનથી લઈને યૂપી-બિહાર સુધી ઠંડી હવાઓના કારણે ઠંડીનું મોજૂ ફરી વળ્યું છે.
માનવામાં આવી રહ્યું છે કે, આગામી થોડા દિવસોમાં હવામાન પોતાનો મિજાજ બદલશે. અમુક વિસ્તારોમા ઠંડી હવાઓના કારણે ઠંડી વધશે. રાજસ્થાનના ચુરુ સહિત કેટલાય વિસ્તારોમાં તાપમાનમાં ઘટાડો જાેવા મળશે.SS1MS