૧૬ ડિસેમ્બરથી કમૂરતાનો પ્રારંભ, શુભ કાર્યોમાં બ્રેક
નવી દિલ્હી, સૂર્ય દેવનું રાશિ પરિવર્તન ૧૬ ડિસેમ્બર શુક્રવારના રોજ થઇ રહ્યું છે. આ દિવસે સૂર્ય ધન રાશિમાં પ્રવેશ કરશે, એ દિવસ ધન સંક્રાંતિ હશે. ધન સંક્રાંતિથી કમૂરતાનો પ્રારંભ થઇ જશે. આ સમયમાં કોઈ માંગલિક કર્યો નહિ થાય. સૂર્ય દેવ લગભગ એક માસ સુધી ધન રાશિમાં રહે છે, માટે કમૂરતા પણ એક માસ સુધી હશે. સૂર્ય જયારે ધન રાશિમાંથી નીકળી મકર રાશિમાં પ્રવેશ કરશે તો મકર સંક્રાંતિ હશે.
આ દિવસે કમૂરતાનું સમાપન થાય છે. આ વર્ષે ૧૬ ડિસેમ્બરથી ૧૪ જાન્યુઆરી ૨૦૨૩ સુધી કમૂરતા રહેશે. ૧૫ જાન્યુઆરી ૨૦૨૩ મકરસંક્રાંતિના દિવસે કમૂરતાનું સમાપન થશે.
તિરૂપતિના જ્યોતિષાચાર્ય ડો. કૃષ્ણ કુમાર ભાર્ગવ કહે છે કે ધન સંક્રાંતિથી લઇ મકર સંક્રાંતિના પર્વ સુધી સૂર્ય ધીમી ગતિએ ચાલે છે અને આ સમયે બૃહસ્પતિ ગ્રહનો પ્રભાવ પણ ઓછો થાય છે, આ કારણે કમૂરતામાં કોઈ પણ માંગલિક અથવા શુભ કાર્ય કરવામાં આવતું નથી. કમૂરતાની કથા અનુસાર, આ માસમાં સૂર્ય દેવના રથમાં ખર એટલે ગધેડો જાેડાય જાય છે, જેનાથી એની ગતિ ધીમી થઇ જાય છે.
આઓ જાણીએ છે. કમૂરતામાં શું કરવું જાેઈએ અને શું નહિ. કમૂરતાને એક અશુભ ફળ પ્રદાન કરવા વાળો સમય માનવામાં આવે છે, એવામાં તમને કોઈ બિઝનેસ, નવો પ્રોજેક્ટ અથવા કોઈ નવા કાર્યનો પ્રારંભ ન કરવો જાેઈએ. ગૃહ પ્રવેશ, લગ્ન, સગાઇ, મુંડન, ઉપનયન સંસ્કાર વગેરે જેવા પૂર્વ નિર્ધારિત કર્યો વર્જિત છે. જાે દીકરીની વિદાઈ કરવી છે તો આ કાળ પહેલા કરી લેવું જાેઈએ.
કમૂરતામાં કન્યાની વિદાઈ કરવી નહિ. કમૂરતામાં કોઈ પણ દેવી-દેવતાનું અપમાન ન કરો, નહીં તો તમારે ભોગવવું પડશે. મૃત્યુ પછી નરકની યાતનાઓ સહન કરવાની છે. કમૂરતા દરમિયાન કોઈ ભિખારીને તમારા દરવાજેથી ભગાડશો નહીં. જાે તમે આ કરો છો, તો આવી ઘટના તમારા માટે જ પીડાદાયક બની શકે છે.
કમૂરતામાં વડીલોનું અપમાન ન કરવું જાેઈએ. આમ કરવાથી તમારે સૂર્ય અને ગુરુની અશુભ અસરનો સામનો કરવો પડી શકે છે. કમૂરતા પોષ માસમાં થાય છે, આ માસ સૂર્યનો છે. માટે દરરોજ સૂર્ય દેવની પૂજા કરવી જાેઈએ.
નિયમિય રીતે સ્નાન પછી સૂર્ય દેવને જળ અર્પિત કરી સૂર્ય મંત્રનો જાપ કરવો જાેઈએ. કમૂરતામાં ભગવાન વિષ્ણુ અને ભગવાન કૃષ્ણની પૂજા કરવી જાેઈએ. એનાથી તમારા તમામ દુઃખ દૂર થશે અને મનોકામના પુરી થશે. ગુરુ ગ્રહની પૂજા કમૂરતામાં વિશેષ રીતે કરવી જાેઈએ. કારણ કે આ સમયે એનો પ્રભાવ ઓછો થાય છે.
દેવ ગુરુ બૃહસ્પતિની પૂજા અને એમના મંત્રોનો જાપ કરવાથી સફળતા, માન, સન્માનની પ્રાપ્તિ થશે. આ સમયે તમે દરરોજ તમારા માતા-પિતાના ચારણ સ્પર્સ કરી આશીર્વાદ લો. તમારા સૂર્ય અને ચંદ્ર બંને ગ્રહ મજબૂત થશે. કમૂરતામાં તમે તુલસી પૂજા કરો અને સંધ્યા દીપ પ્રગટાવો. એનાથી પણ સુખ શાંતિ પ્રાપ્ત થાય છે. કમૂરતાના સંતે સૂર્યદેવને તલ ચોખાની ખીચડીનો ભોગ લગાવો. દાન પુણ્ય કરો. તમારા કાર્ય સફળ થશે.SS1MS