એકલવાયું જીવન જીવતી માતાના બીજા લગ્ન કરાવ્યાં
નવી દિલ્હી, શિલોન્ગની રહેવાસી દેબાર્તી ચક્રવર્તીએ ૫૦ વર્ષની ઉંમરમાં પોતાની માતાના બીજા લગ્ન કરાવ્યા છે. પિતાના મોત બાદ માતા એકલી જિંદગી પસાર કરતી હતી.
દીકરીએ માતાના લગ્ન માટે ઘણી વાર કહ્યું. એક મીડિયા હાઉસ સાથે વાત કરતા દેબાર્તી જણાવે છે કે, હવે ૫૦ વર્ષની ઉંમરમાં માતા લગ્ન માટે રાજી થઈ ગયા છે. હવે મમ્મી બહું ખુશ છે. દેબાર્તીએ મીડિયા હાઉસને આપેલા ઈન્ટરવ્યૂમાં જણાવ્યું છે કે, તેના પિતા શિલોન્ગમાં ડોક્ટર હતા. નાની હતી ત્યારે જ તેમનું મોત થઈ ગયું. ત્યારથી તેની મમ્મી એકલુ જીવન પસાર કરે છે.
અને તેમની ઉંમર પણ તે સમયે ખૂબ નાની હતી. દેબાર્તી કહે છે કે, પિતાના મોત બાદ મમ્મી તેને લઈને તેની નાનીના ઘરે રહેવા જતી રહી. બાદમાં ત્યાં ભણવાનું શરુ કર્યું. દેબાર્તી કહે છે કે, હું હંમેશા વિચારતી હતી કે, મમ્મી પોતાના માટે એક લાઈફ પાર્ટનર શોધી લે, પણ તેમને મારી ચિંતા હતી.
દેબાર્તીના જણાવ્યા અનુસાર, પિતાના મોત બાદ પ્રોપર્ટીને લઈને પરિવારમાં ઝઘડો થયો હતો. આ બધી વાતોમાં મમ્મી ફસાઈ ગઈ. દેબાર્તીનું કહેવું છે કે, માને બીજા લગ્ન માટે મનાવવામાં ખૂબ સમય લાગ્યો. બાદમાં આ વર્ષે તેમના લગ્ન બંગાળમાં સ્વપન સાથે થઈ ગયા. હવે તેમને મમ્મી લગ્ન બાદ ખૂબ જ ખુશ છે.SS1MS