Western Times News

Gujarati News

ટીનાએ સુમ્બુલને કહ્યું શાલિન એક ખાડો છે અને આપણે બંને સતત તેમાં પડતાં રહ્યા

મુંબઈ, સલમાન ખાન દ્વારા હોસ્ટ કરવામાં આવી રહેલા વિવાદાસ્પદ રિયાલિટી શો ‘બિગ બોસ ૧૬ના લેટેસ્ટ એપિસોડની શરૂઆત નવા કેપ્ટન્સી ટાસ્કથી થઈ હતી. આ ટાસ્ક શાલિન ભનોત, ટીના દત્તા, સૌદર્યા શર્મા, સુમ્બુલ તૌકીર ખાન અને પ્રિયંકા ચહર ચૌધરી વચ્ચે થયો હતો.

ટાસ્ક પ્રમાણે અન્ય કન્ટેસ્ટન્ટ્‌સે આપેલા પાંચ નામમાંથી ત્રણ દાવેદારના ચહેરાની સાથે પોટ્રેટ ડ્રો કરવાનું હતું. પાંચ બઝર બાદ અંતિમ ત્રણ, જેના પોટ્રેટ હતાં, તેઓ કેપ્ટન બન્યા. ટાસ્ક બાદ સુમ્બુલ, ટીના અને સૌંદર્યા ઘરના કેપ્ટન બન્યા હતા. એક સમય એવો હતો જ્યારે ટીના અને સુમ્બુલ વચ્ચે શાલિન માટે ઝઘડો થતો હતો. પરંતુ કેપ્ટન્સી ટાસ્ક બાદ ટીના સુમ્બુલ સારી રીતે વાત કરતી જાેવા મળી.

કેપ્ટન બન્યા બાદ, સુમ્બુલે ટીનાને તે શાલિન સાથે વાત ન કરી શકતી હોવાનું કહ્યું હતું તેમજ ટીનાને તેની સાથે વાત કરવા મનાવવાની વિનંતી કરી હતી. તેના પર ટીનાએ કહ્યું હતું ‘તે સાબિત થયેલી હકીકત છે કે, જાે તે મારા પ્રત્યે પ્રામાણિક ન બની શકે તો, તે કોઈના પ્રત્યે પણ પ્રામાણિક ન થઈ શકે.

તમે કોઈ વ્યક્તિની પર્સનાલિટીને બદલી શકો નહીં. આપણને એકબીજા સાથે મતભેદો છે પરંતુ તેની સાથે આપણી મિત્રતા બરાબરની હતી. તે ખાડો છે અને આપણે તે ખાડામાં પડતા રહ્યા. હું તેને બચાવવાના ચક્કરમાં તે જ ખાડામાં પડી. તે ભૂલનું પુનરાવર્તન કરીશ નહીં. તે બાળક નથી. તે ૪૦ વર્ષો છે અને પોતાની કંપની તેમજ બિઝનેસ ચલાવે છે.

તેની પાસે ઘણું મગજ છે. તે શું કરી રહ્યો છે અને નથી કરી રહ્યો એ અંગે જાણે છે. તેની સાથે વાત કરીશ નહીં. ત્યારબાદ ટીના વિકાસ પાસે ગઈ હતી અને પોતાની ખુશી વ્યક્ત કરતાં ભેટી પડી હતી, જ્યાં શાલિન પહેલાથી હાજર હતો. તેના પર રિએક્ટ કરતાં તેણે કહ્યું હતું ‘વાહ ટીના દત્તા, આ અદ્દભુત છે. તારો આ ઉત્સાહ મારી સાથે નથી. મને તેના પર ગર્વ છે’. વિકાસે તેને ટીનાની ખુશીમાં ખુશ થવા કહ્યું હતું.

તો શાલિને કહ્યું હતું કે, ટીનાને કેપ્ટન બનાવવા માટે તે હટી ગયો. ટીનાએ રિએક્ટ કરતાં કહ્યું હતું. તે આ માટે આભારી છે અને તે તેના માટે લડી પણ હતી પરંતુ તેણે તેના પ્રત્યે ધ્યાન આપ્યું નહીં. તેની આ વાતથી શાલિનને ખોટું લાગ્યું હતું અને ત્યાંથી જતો રહ્યો હતો. ત્યારબાદ તેણે પ્રિયંકાને કહ્યું હતું, ટીના કેપ્ટન બની ગઈ છે અને બધાને ભેટી રહી છે.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.