ધનસુરાના પ્રસિધ્ધ દેવીયા મહાદેવ મંદિરની સમિતિની રચના કરવામાં આવી
(પ્રતિનિધિ)બાયડ, અરવલ્લી જિલ્લાના ધનસુરા ના પ્રસિધ્ધ દેવીયા મહાદેવ મંદિર ની સમિતિ ની રચના કરવામાં આવી હતી. આ સમિતિ ની રચના સર્વાનુમતે કરવામાં આવી હતી.ધનસુરા દેવીયા મહાદેવ મંદિર માં જનરલ સભા યોજાઈ હતી તેમાં મંદિર ના વિકાસ માટે તેમજ સંચાલન માટે નવીન સમિતિ ની રચના સર્વાનુમતે કરવામાં આવેલ જેમાં હોદ્દેદારો ની વરણી કરવામાં આવી હતી.
જેમાં પ્રમુખ તરીકે પટેલ દિનેશભાઈ મંગળભાઈ, ઉપપ્રમુખ તરીકે શર્મા પપ્પુભાઈ ઘાસીરામ,મંત્રી દાણી મનુભાઈ પરસોત્તમદાસ,સહમંત્રી ગજ્જર દીપકભાઈ કાન્તિલાલ, ખજાનચી પટેલ સુરેશચંદ્ર કોદરભાઈ તથા પિયુષભાઈ કિરીટભાઈ, સંગઠન મંત્રી પટેલ મૌલિકકુમાર,જગદીશભાઇ ની સર્વાનુમતે નિમણુક કરવામાં આવી હતી.