ગોધરાના યુવકને પાકિસ્તાન ઝિંદાબાદ સહિતના વિડીયો મુકવા પડ્યા ભારે
(પ્રતિનિધિ) ગોધરા, ગોધરા શહેરના સાતપૂલ વિસ્તારમાં રહેતા યુવાને પોતાના મોબાઈલ વ્હોટસેપ એપ્લિકેશનમાં પાકિસ્તાન દેશની તરફેણમાં વિડિયો તેમજ પાકિસ્તાન ઝીંદાબાદના લખાણ સાથેનું સ્ટેટસ મૂકતા ગોધરા એસ.ઓ.જી. પોલીસ દ્વારા ગોધરા શહેર બી ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવાની સાથે યુવકની ધરપકડ કરવામાં આવી હતી.
ગોધરા શહેરના એક યુવકને વ્હોટસેપ સ્ટેટસમાં પાકિસ્તાન ઝીંદાબાદ સહિતના વિડિઓ મુકવા ભારે પડ્યા છે. સમગ્ર મામલે ગોધરા એસ.ઓ.જી પોલીસ દ્વારા આઇપીસી કલમ ૧૫૩ એ અને આઇટી એક્ટ હેઠળ યુવક સામે ફરિયાદ નોંધાવી છે.ગોધરાના સાતપુલ વિસ્તારમાં રહેતા વસીમ ઇબ્રાહિમ ભટુક દ્વારા પોતાના મોબાઈલમાં વોટ્સએપ સ્ટેટ્સ મુકવામાં આવ્યું હતું.આ સ્ટેટ્સમાં પાકિસ્તાન દેશની તરફેણ કરતો વિડિઓ મૂકી પાકિસ્તાન ઝીંદાબાદનું લખાણ લખવામાં આવ્યું હતું.
યુવકે આ સ્ટેટસ ભારત પાકિસ્તાન ક્રિકેટ મેચ વખતે મૂક્યું હતું.સ્ટેટ્સ થકી લોકોની લાગણી દુભાય અને જ્ઞાતિઓ વચ્ચે દુશ્મનાવટ થાય એ બાબતે ગોધરા શહેર બી ડીવીઝન પોલીસ મથકે એસ.ઓ.જી પોલીસ ગોધરાએ ફરિયાદ નોંધાવાની સાથે યુવકની ધરપકડ કરી વધુ પુછપરછ હાથ ધરી હતી.