ફેરા દુપટ્ટા- દુલ્હનની અનોખી પસંદ
લગ્નની સીઝન ચાલી રહી છે, આવા સમયે દરેક દુલ્હન ઈચ્છે છે કે તેનો લુક અલગ હોવો જાેઈએ અને તે તેના લગ્નના દિવસે રાજકુમારી જેવી દેખાય. હવે આ માટે દુલ્હનનો મેકઅપ, જ્વેલરી, લહેંગા, સેન્ડલ બધું જ પરફેકટ હોવું જાેઈએ. પરંતુ ઘણીવાર મોટાભાગના લોકો દુપટ્ટા પર ધ્યાન આપતા નથી. દુલ્હન તેના માથા પર જે દુપટ્ટો પહેરે છે, તે લહેંગા સાથે મેચિંગ દુપટ્ટા કરતા વધુ મહત્વપૂર્ણ હોય છે તેનું લગ્ન સમયે સાંસ્કૃતિક અને ધાર્મિક મહત્વ રહેલું છે. જેને આપણે બધાએ ભૂલવું ન જાેઈએ. સામાન્ય દેખાવના ફેરા દુપટ્ટાથી બ્રાઈડલનો લુક બગડી શકે છે એવું ન થાય તે માટે દુલ્હનનો દુપટ્ટો અનોખો હોવો જાેઈએ. દુલ્હનનો દુપટ્ટો જ દુલ્હનની સુંદરતામાં વધારો કરે છે.
જાે દુલ્હન લગ્નના દિવસે કેવા પ્રકારના ફેરા દુપટ્ટા પહેરવા તે અંગે મુંઝવણમાં હોય તો આજે ઘણા પ્રકારના ટ્રેન્ડી ફેરા દુપટ્ટાની ડિઝાઈન અને માહિતી લાવ્યા છીએ. આ દુપટ્ટા તમારા બ્રાઈડલ લુકમાં પર્સનલાઈઝડ ટચ ઉમરશે. આજકાલ કટ-વર્ક દુપટ્ટાથી લઈને ભારે દુપટ્ટા સુધીની ઘણી ડિઝાઈન ટ્રેન્ડમાં છે.
ગોટા પત્તી દુપટ્ટા ઃ તમારા બ્રાઈડલ લહેંગાને અલગ ટચ આપવા માટે તમે ગોટા પત્તી દુપટ્ટા પહેરી શકો છો. આજકાલ ગોટા પત્તી દુપટ્ટા પણ ટ્રેન્ડમાં છે. અભિનેત્રી સોનમ કપૂરે તેના લગ્નના દિવસે લહેંગા સાથે ગોટા પત્તી સ્ટાઈલનો દુપટ્ટો પહેર્યો હતો. જેના કારણે તેના બ્રાઈડલ લુકમાં ચાર્મ ઉમેરાયો હતો. ગોટા પટ્ટી અથવા ગોટા વર્ક એ ભારતીય ભરતકામનો એક પ્રકાર છે. જેનો ઉદભવ રાજસ્થાનમાં થયો છે. તેને બનાવવા માટે એપ્લીક ટેકિનકનો ઉપયોગ કરવામાં આવે છે. ગોટાપત્તીની પેટર્ન બનાવવા માટે ઝરી રિબનના નાના ટુકડાઓ ફેબ્રિક પર લગાડવામાં આવે છે અને પછી કિનારીઓ પર ટાંકવામાં આવે છે. આ ગોટા પત્તી દુપટ્ટા ડિઝાઈન દુલ્હનોમાં ખૂબ લોકપ્રિય છે તેથીતેમને પહેલી પસંદગીમાં રહે છે.
ઝરી દુપટ્ટા ઃ ઝરી દુપટ્ટા પણ આજકાલ ટ્રેન્ડમાં છે. તમારી બ્રાઈડલ લુકને યુનિક બનાવવા માટે હવે તમારા લહેંગા સાથે ઝરી દુપટ્ટા પહેરી શકો છો. તમે ઝરી દુપટ્ટા માં ખૂબ જ સુંદર દેખાશો અને તે તમારા આખા બ્રાઈડલ લુકને બદલી નાખશે. ઝરી એટલે સોના અથવા ચાંદીના દોરાથી કરવામાં આવેલું દુપટ્ટા પરનંુ અનોખા પ્રકારનું ભરતકામ, આ પ્રકારના દુપટ્ટા ખાસ કરીને ભારત અને પાકિસ્તાનમાં દુલ્હનપહેરે છે. જાે તમે ઈચ્છો તો તમે તમારી પસંદગી મુજબ દુપટ્ટામાં ઝરી વર્ક પણ કરાવી શકો છો અથવા તમે તેને
પર્સનલાઈઝડ ટચ આપવા માટે દુપટ્ટા પર ઝરીવર્ક દ્વારા કંઈક લખાવી પણ શકો છો. શીર દુપટ્ટા : બ્રાઈડલ લહેંગા ઘણીવાર ભારે હોય છે. જેના પર અલગ દુપટ્ટો પહેરવો ખૂબ મુશ્કેલ છે. આવી સ્થિતિમાં મોટાભાગની વર-વધુઓ હળવા વજનનો દુપટ્ટો પહેરવાનું પસંદ કરે છે તેવા સમયે શીર દુપટ્ટો પહેલી પસંદગી બને છે શીર દુપટ્ટા જાેવામાં ખૂબ જ સુંદર હોય છે અને તે વજનમાં ખૂબ જ હળવા હોય છે. શીર દુપટ્ટાને કયારેક લોકો નેટ દુપટ્ટો સમજી લેતા હોય છે. પરંતુ આ બંને અલગ પ્રકારના છે. આ સિવાય જાે તમે ઈચ્છો તો શીરના
દુપટ્ટા પર અનેક પ્રકારની ડિઝાઈન બનાવી શકો છો અને તમારા દેખાવમાં થોડો ફેરફાર લાવી શકો છો. વેલ્વેટ કોન્ટ્રાસ્ટ દુપટ્ટા ઃ લગ્નના દિવસે જાે તમે તમારો લુક અનોખો અને શાનદાર શાહી અંદાજમાં દેખાવ ઈચ્છતા હો તો આ માટે તમારે લહેંગા સાથે વેલ્વેટ કોન્ટ્રાસ્ટ દુપટ્ટા કેરી કરવા જાેઈએ. જાેકે લહેંગા સાથે વેલ્વેટ દુપટ્ટો ભારે લાગશે પણ તેનાથી અલગ લૂક મળશે. જાે તમે ઈચ્છો તો તમે દુપટ્ટા પણ કંઈક લખાવી પણ શકો છો. તેનાથી તમારો દુપટ્ટો વધુ સુંદર લાગશે તેથી જ તમારે તેની સાથે તમારા મેકઅપનું પણ ધ્યાન રાખવું પડશે.