Western Times News

Gujarati News

વૈજ્ઞાનિકોને કોવિડ જેવી રસી બનાવામાં મોટી સફળતા મળી

નવી દિલ્હી, સ્કિન કેન્સર વિરુદ્ધ લડાઈમાં વૈજ્ઞાનિકોને મોટી સફળતા મળતી દેખાઈ રહી છે. દવા નિર્માતા કંપની મોર્ડના અને મર્કે ત્વચા કેન્સર દર્દીઓ માટે બનાવેલી એક રસીના ટ્રાયલમાં સારા પરિણામ મળવાની જાણકારી આપી છે.

આ રસીની ખાસ વાત એ છે કે, તેને mRNA ટેકનિકથી તૈયાર કરવામાં આવી છે, જેનાથી કોવિડ વેક્સિન બનાવામાં આવી હતી. વૈજ્ઞાનિકો લાંબા સમયથી એ માની રહ્યા છે કે, mRNA બીજા વાયરસ અને કેન્સર જેવી બિમારીઓમાં લડવામાં મદદ કરી શકે છે. દવા કંપનીઓના જણાવ્યા અનુસાર, શરુઆતી ટ્રાયલમાં આ ૧૫૦ લોકોને શામેલ કર્યા હતા, જેમા મેલેનેમા ટ્યૂમરને ઓપરેશન દ્વારા હટાવામાં આવ્યું હતું.

તેમને સ્કીન કેન્સરની સારવારમાં આપવામાં આવતી દવા કીટ્રૂડાની સાથે આ રસીના ૯ ડોઝ આપવામાં આવ્યા હતા. આ સ્ટડીથી જાણવા મળે છે કે, ફક્ત ઈમ્યૂનોથેરેપી દવા કીટ્રૂડા લેવાથી દર્દીની સરખામણીમાં દવાની સાથે સાથે રસી લગાવનારા દર્દીને સ્કીન કેન્સર ફરી વાર થવા અથાવ મોતની આશંકા ૪૪ ટકા ઓછી થઈ ગઈ છે. હકીકતમાં જાેઈએ તો, મેલાનોમા ત્વચા કેન્સરનું સૌથી ખરાબ રુપ છે.

વર્ષ ૨૦૨૦માં તેના લગભગ ૩૨૫,૦૦૦ નવા દર્દીઓ સામે આવ્યા છે. કંપની એ નિવેદનમાં કહ્યું છે કે, ૨૦૨૨માં મેલેનોમાથી લગભગ ૮૦૦૦ લોકો મર્યા હોવાની આશંકા છે.

ડોક્ટર્સના જણાવ્યા અનુસાર, આ mRNA વેક્સિનના કારણે ઈમ્યૂનોથેરેપી દવાની અસર ખૂબ વધી જાય છે અન આ ઘણી ખુશીની વાત છે. તેની સાથે જ તેમણે આશા વ્યક્ત કરી છે કે, આવનારા સમયમાં સંભવતઃ આ વેક્સિન સ્કિન કેન્સરના ઈલાજમાં વિકલ્પ બની જશે.

મેસેંજર આરએનએ કોશિકાઓની અંદર એક અણુ છે. જે પ્રોટિન બનાવાના નિર્દેશ આપે છે. વૈજ્ઞાનિક તેને શરીરમાં એક વિશેષ પ્રોટીન બનાવવા માટે ડિઝાઈન કરી શકે છે, જે વાયરસ અને બીજી બિમારીઓ સામે લડવામાં મદદ કરે છે.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.