Western Times News

Gujarati News

શું કોરોનાને કારણે લોકોના દિલ કમજાેર થઈ ગયા છે ? શું છે કારણ ?

નાની ઉંમરના લોકો પણ હાર્ટઅટેકને કારણે જીવ ગુમાવી રહયા છે

નવીદિલ્હી, આજકાલ એવા ઘણાં કિસ્સા સામે આવી રહયા છે. જયાં લોકો એકાએક હાર્ટએટેક આવવાને કારણે ઢળી પડે છે. અને મોટાભાગના કેસમાં જીવ ગુમાવે છે. ડાન્સ કરતી વખતે હાર્ટએટેક આવવો રમતા રમતા કે ચાલતા ચાલતા હાર્ટ એટેક આવવો જીમ કરતી વખતે હાર્ટ એટેક આવા કિસ્સાઓ સામાન્ય થઈ ગયા છે. અને આનો ભાગો દરેક ઉંમરના લોકો બની રહયા છે.

આ સ્થિતી બદલ કોરોનાને કારણ માનવામાં આવી રહયો છે. દેશના જાણીતા કાર્ડીયોલોજીસ્ટ અને ફોટીસ એસ્ફોર્ટ હાર્ટ ઈન્ટીસ્ટયુટના ચીફ ડોકટર અશોક શેઠ જણાવે છે. કે, આખી દુનિયામાં કોરોનાના દર્દીઓમાં હાર્ટ એટેકના કેસમાં અઢી ગણો વધારો થયો છે. કોરોનાને કારણે હૃદય ચોકકસપણે પ્રભાવિત થાય છે. જે કોરોના ગંભીર દર્દીઓ હતા, તેમના કેસમાં રપ ટકા સંભાવના છે કે તેઓ હાર્ટએટેક અથવા હૃદયને લગતી અન્ય સમસ્યાઓનો શિકાર બને.

ડોકટર શેઠે જણાવ્યું કે, ભારત દેશનો પોતાનો કોઈ ડેટા નથી જેના આધારે કહી શકાય કે કોરોનાના દર્દીઓમાં હૃદયરોગનું જાેખમ કેટલું વધારે છે. પરંતુ પશ્ચિમના દેશોમાં આ બાબતે એક અભ્યાસ થયો છે. લગભગ છ લાખ દર્દીઓનું એક વર્ષ સુધી ફોલોઅપ લેવામાં આવ્યું જેના આધારે જાણવા મળ્યું છે કે કોરોનાના દર્દીઓમાં હાર્ટ અટેક અથવા હૃદયની લગતી અન્ય બીમારીઓનું જાેખમ ખૂબ વધી ગયું છે.

ભારતમાં પણ આ પ્રકારના એક અભ્યાસની જરૂર છે. આપણે એક વર્ષ સુધી દર્દીઓની તપાસ કરવી જાેઈએ તો જ તથ્યોના આધારે કંઈ કઈ શકાશે. કારણ કે આમ પણ હાર્ટએટેકનું જાેખમ પ્રમાણમાં ઘણું વધારે રહયું છે, માટે કોરોનાના સંદર્ભમાં અભ્યાસની ખાસ જરૂર છે. ડોકટર અશોક શેઠે જણાવ્યું કે, જે લોકોને કોરોના થયો છે. તેમને હૃદય કમજાેર થવું, ધબકારા વધી જવા, હાર્ટમસલ્સમાં કમજાેરી, હાર્ટ મસલ્સ, પર સોજાે આવવો વગેરે જેવી સમસ્યાઓ થઈ રહી છે. કોવીડને કારણે આપણા હૃદયનું સ્વાસ્થ્ય પ્રભાવીત થયું છે.

તે વાત સાચી છે. કોરોના પછી એવા ઘણાં દર્દીઓ નિયમીત ધોરણે સામે આવી રહયા છે જે કોરોનાના ગંભીર તબકકા પર પહોચી ગયા હતા અને આ દર્દીઓમાં હાર્ટ એટેક અન્ય બીમારીઓનું જાેખમ રપ ટકા વધારે છે. ડોકટર આગળ જણાવ્યું કે, કોરોના સમયે જયારે લોકોને દાખલ કરવામાં આવતા હતા ત્યારે તપાસ કરવામાં આવતી હતી કે હાર્ટમાં ઈન્ફલોમેશન એટલે કે સોજાે કેટલો છે. જાે તે વધારે હોય તો સીરીયસ ડેમેજનો ખતરો રહે છે.

ટ્રોપોનિન એક એન્ઝાઈમ હોય છે, જે હાર્ટના મસલ્સથી નીકળે છે. હવે કોરોના નથી તો તેની જરૂર નથી. કારણ વગર આ પ્રકારના ટેસ્ટ ના કરાવવા જાેઈએ. દેશમાં અનેક લોકો કોરોનાને શિકાર બન્યા છે. અને એવા ઘણાં દર્દીઓ છે. જેમનું ટેસ્ટીંગ પણ નથી થયું. ઓમીક્રોનને કારણે પણ મોટી સંખ્યામાં લોકો પ્રભાવિત થયા હતા. આપણને સૌથી પહેલા તો ડેટા માટે સ્ટડીની જરૂર છે.

ડોકટરે સલાહ આપી કે, ઈ.સી.જી. ઈકો અને હોલ્ટર ટેસ્ટની જરૂર હોય છે. ઈસીજીથી તમને ખબર પડશે કે હાર્ટમાં હાર્ટ પંપીગ અને હોલ્ટરથી હાર્ટ રેટની જાણકારી મળશે. આટલી તપાસ પુરતી છે. પણ જાે કોઈને છાતીમાં દુખાવો થઈ રહયો છે.શ્વાસ ફુલી રહયો છે. ધબકારા વધી રહયા છે. તો તેમણે સારવાર માટે તાત્કાલીકી ધોરણે ડોકટરનો સંપર્ક કરવો જાેઈએ. કોઈ પણ નિર્ણય લેતા પહેલા નિષ્ણાંત ડોકટરની સલાહ ચોકકસપણે લેવી જાેઈએ.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.