Western Times News

Gujarati News

મૃત ઢોરવાડાના કારણે માણાવદરના દગડ ડેમ પાસે ભયાનક દુર્ગંધથી પ્રજાજનો ત્રાહિમામ

(પ્રતિનિધિ) માણાવદર, મણાવદર ભાજપ શાસિત પાલિકા સામે ખુદના સભ્યો જ અનેકવિધ પ્રજાહિતના કામોમાં ભ્રષ્ટાચાર આચર્યાની વ્યાપક ફરિયાદો થઈ છે પરંતુ જનહિતમાં તપાસ થતી નથી તેજ મોટી ફરિયાદ પ્રજાજનોમાં ઉઠી છે.

આવું જ કાંઈક દગડ ડેમ પાસે મૃત ઢોરવાડો આવેલો છે ચોમાસામાં આ મૃતઢોરના ગંદો કચરો ડેમ ઓવરફલો થાય તે સાથે તણાયને દગડ ડેમથી રસાલા ડેમ સુધીનું શુધ્ધ પાણી ભયાનક કચરાથી દુષિત થઈ ગયુ છે આ પાણી જમીનમાં ઉતરે તે પાણી સાથે તળમાં પણ આ મૃત ઢોરના અત્યંત ખરાબ બેકટેરિયા કે ખરાબ જીવાણું રોગી હોય તો તેવા જીવાણું પાણી સાથે જમીનમાં ઉતરે

જેથી પીવાલાયક પાણી બોર-કૂવા કે પાણીની સરવાણી સાથે આવા જીવાણુંયુક્ત પાણી તો નથી પીતાને શહેરીજનો ? તેવી આમ જનતામાં ચર્ચાનો વિષય બન્યો છે. ઉપરથી શહેરીજનો જુનાગઢ હાઈવે ઉપર વધારે સારા સ્વાસ્થ્ય માટે સવાર-સાંજ વોકિંગમાં નીકળે છે

પરંતુ દગડ ડેમથી અડધા કિ.મી. સુધ આ મૃત ઢોરવાડાની દુર્ગંધ માથું ફાડી નાખે તેવી ભયાનક દુર્ગંધથી ઘણાને ઉલ્ટીઓ થવા લાગે છે ત્યા હવામાં બેકટેરીયા કે જીવાણુ ફેલાય છે અધુરામા પુરૂ આ ઢોરવાડાના કારણે કુતરાઓ ગંદકી ખાવા આવે છે હાઈવે ઉપર આડેધડ દોડતા હોય અકસ્માતો નોતરતાં હોવાની આમ જનતામાંથી વ્યાપક ફરિયાદો ઉઠી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.