ધનુર્માસ દરમ્યાન શ્રીકૃષ્ણ અને બલરામે સાંદિપની ઋષિના આશ્રમમા જઈને ૬૪ કળાનો અભ્યાસ કર્યો હતો
ધનુર્માસની સવારીઃ લગ્નો પર બ્રેક આત્મબળ વધારવાના ૩૦ દિવસો-રોજીંદા જીવનમાં ગમતી કોઈ ચીજનો ત્યાગ કરીને આખો મહિનો તેનું પાલન કરવાનું હોય છે
૧૬મી તારીખથી ધનુર્માસ શરૂ થઈ રહ્યો છે. ધ્યાન, ધૂન અને ધર્મ સાથે સંકળાયેલો ધનુર્માસ વૈષ્ણવ મંદિરોમાં અને સ્વામિનારાયણ મંદિરોમાં બહુ ધાર્મિક ભાવના સાથે ઉજવાય છે. વર્ષના બે મહિના એવા છે કે જે સતત ભક્તિ સાથે જાેડાયેલા છે.
તેમાં એક છે ધનુર્માસ અને બીજાે છે શ્રાવણ માસ. ૧૬મીથી શરૂ થઈ રહેલો ધનુર્માસ અનેક શુભ પ્રસંગોના નગારા બંધ કરી દેશે. ધનુર્માસ એક મહિના સુધી ચાલશે અને તે દિવસો દરમ્યાન તીખો અને ગળ્યો એમ બે પ્રકારના ખીચડાની ધૂમ જાેવા મળે છે. ખાડેલા ઘઉંથી બનાવાનો ખીચડો રણછોડરાય ભગવાનને ધરાવામાં આવે છે. ડાકોરમાં તો ખીચડાની બોલબાલા છે. ખીચડી અને ખીચડામાં બહુ મોટો ફર્ક છે. ખીચડો બનાવવો બહુ આસાન નથી હોતો. રસોઈ બનાવતા શીખવાડતા પુસ્તકો જાેઈને ખીચડો નથી બનાવી શકાતો.
ડાકોરમાં તો સ્થાનિક લોકો રોજ ગૃપમાં ખીચડો બનાવે છે અને આધ્યાત્મિક આનંદ લૂંટતા હોય છે. ડાકોર રણછોડરાયના મંદિરમાં તેમજ અમદાવાદના સારંગપુર ચકલા પાસે આવેલા રણછોડરાયજીની મંદિરમાં પણ ખીચડાનો પ્રસાદ નોંધાવવો પડે છે. સામાન્ય રીતે લોકોનું એવું માનવું છે કે ધનુર્માસ એટલે ખીચડો, પરંતુ ધનુર્માસનું વિશેષ ધાર્મિક મહત્વ છે.
શ્રિમદ ભાગવત મુજબ આ માસને ગોપમાસ પણ કહે છે. તે સમયમાં ગોપીઓએ કાત્યાયિની વ્રત કર્યું હતું અને પ્રભુની કૃપા મેળવી હતી. આ વ્રત દરમ્યાન ગોપીઓ યમુનાના ઠંડા પાણીમાં વહેલી સવારે સ્નાન કરીને જાપ કરતી હતી, હિન્દુ ધર્મમાં દરેક માસનું આગવું મહત્વ છે.
ધનુર્માસમાં ભક્તિ વિશેષ ફળ આપે છે. લોકો ભક્તિનો કોઈ ચોક્કસ નિયમ કરીને આખો મહિનો તેમાં વિતાવે છે. કહે છે કે રોજીંદા જીવનમાં ગમતી કોઈ ચીજનો ત્યાગ કરીને આખો મહિનો પાળવાનો હોય છે. રોજીંદી ભક્તિ કરતા લોકો ધનુર્માસનું મહત્વ સમજે છે અનેક મંદિરો દર્શનનો સમય પણ બદલતા હોય છે.
જયોતિષ શાસ્ત્ર પ્રમાણે સૂર્યનારાયણ ધન રાશિમાં પ્રવેશે છે એટલે કે પશ્ચિમ વિથિકામાં પ્રવેશ કરે છે તેને ધનુર્માસ કહે છે. આ સમયમાં શુભ કામ શા માટે ના કરવા તેનું કારણ ધર્મગ્રંથોમાં આપ્યું છે. તે અનુસાર પૂર્વ દિશા સૂર્યની છે. જયારે તેના વિરોધી શનિની પશ્ચિમ દિશા વિરોધી એવા શનિની છે.
જયાં સૂર્ય શનિના અક્ષમાં જાય છે. જેના કારણે આ સમય ગાળામાં સૂર્યના કિરણો વક્રી પડે છે. જે શુભ કાર્યોને બાળી શકે છે. કેટલીક વાતો લોકો માને કે ના માને પરંતુ પરંપરાગત રીતે ધનુર્માસ ઉજવાય છે. લોકો ધાર્મિક રીતરિવાજાે તરફ વધુ આકર્ષાયેલા રહે છે.
શુભ કર્મો એટલે કે લગ્ન વગેરેના કારણે લોકોનું મન વિચલિત થતું હોય છે માટે શુભ કાર્યથી દૂર રહેવાનું કહ્યું છે. ભગવાન વૈકુંઠનાથનું પૂજન દક્ષિણમાં કરાતું હોઈ આ દિવસોમાં આવતી અગિયારસને વૈકુંઠ અગિયારસ પણ કહે છે. કહે છે કે ધનુર્માસ દરમ્યાન ભગવાન શ્રીકૃષ્ણ અને બલરામે સાંદિપની ઋષિના આશ્રમમા જઈને ૬૪ કળાનો અભ્યાસ કર્યો હતો.
આ કળાઓમાં સામાન્ય અભ્યાસ અને સંગીતનો અભ્યાસ વગેરેના ગ્રંથો મુકાયા હતા. ધનુર્માસ આત્મબળ વધારવાનો માસ છે જેમાં વહેલી સવારે ઉઠીને ધર્મના રક્ષક હોવાની વાતો કરતા લોકોએ પોતે પણ ધનુર્માસ કરીને તેમના સમર્થકો તેનું અનુકરણ કરે તેવું કરવું જાેઈએ.
ભારતમાં આજે પણ લોકો કમૂરતા અને ધનુર્માસ જેવા અશુભ દિવસોમાં લગ્ન નથી કરતા. મકાનનું વાસ્તુ સહિતના શુભ કર્મો કરાતા નથી. એક મહિના સુધી લગ્નો નહીં થાય. વિદેશથી આવતા લોકો ધનુર્માસમાં નથી માનતા એવો ડોળ કરીને લગ્ન કરે છે. સામાન્ય રીતે બ્રાહ્મણો ધનુર્માસમાં લગ્નવિધિ નથી કરાવતા પરંતુ પૈસા ક્યા ન કરતા જેવું છે.
હકીકત એ છે કે એનઆરઆઈ પાસે સમય નથી હોતો. એટલે તે ફટોફટ લગ્ન કરીને જતા રહે છે. તેમનો ભારત આવવાનો સમયગાળો સામાન્ય રીતે ડિસેમ્બરની ઠંડીની સિઝનમાં હોય છે. તેમને ર૦ દિવસ જેટલી રજા મળતી હોય છે માટે તે ધનુર્માસમાં લગ્ન ના થાય તે વાતને જુનવાણી ગણે છે પરંતુ અહીં વાંચકોએ નોંધવું જાેઈએ કે અમેરિકાના વૈષ્ણવ મંદિરોમાં ધનુર્માસ દરમિયાન કથા-વાર્તા અને ભજનો યોજાય છે અને ખીચડાનો પ્રસાદ પણ ધરાવાય છે.