Western Times News

Gujarati News

રેપો રેટમાં વધારા બાદ પાંચ બેંકોએ હોમ લોનના વ્યાજ દરમાં કર્યો વધારો

નવી દિલ્હી, ભારતીય રિઝર્વ બેંકે આ વર્ષના મે મહિનાથી અત્યાર સુધીમાં રેપો રેટમાં પાંચ વખત વધારો કર્યો છે. તાજેતરમાં, ૭ ડિસેમ્બરે, કેન્દ્રીય બેંક તરફથી રેપો રેટમાં ૩૫ બેસિસ પોઈન્ટનો વધારો કરવામાં આવ્યો છે. લોનને રેપો રેટ સાથે જાેડવાને કારણે બેંકો બીજા જ દિવસથી તેમની માર્જિનલ કોસ્ટ ઓફ ફંડ બેઝ્‌ડ લેન્ડિંગ રેટમાં વધારો કરે છે. ઘણી બેંકોએ ડિસેમ્બરમાં તેમની લોનની  EMI વધારી છે.

અહીં કુલ પાંચ બેંકો વિશે જણાવવામાં આવ્યું છે, જેમણે લોનના વ્યાજ દરમાં વધારો કર્યો છે. ખાનગી ક્ષેત્રની બેંક HDFC એ ફંડ આધારિત ધિરાણ દરોના એક વર્ષના માર્જિનલ કોસ્ટમાં ૫૦ બેસિસ પોઈન્ટનો વધારો કર્યો છે.

આવી સ્થિતિમાં એક વર્ષ માટે લોન પર ૮.૧૦ ટકાના બદલે ૮.૬૦ ટકા વ્યાજ આપવું પડશે. તેવી જ રીતે એક રાતથી એક મહિના માટે ૮.૩૦ ટકા વ્યાજ ચૂકવવું પડશે. ત્રણ અને છ મહિનાના સમયગાળા માટે લોન ૮.૩૫ ટકા અને ૮.૪૫ ટકા MCLR હશે. MCLR બે વર્ષ માટે ૮.૭૦ ટકા અને ત્રણ વર્ષ માટે ૮.૮૦ ટકા થઈ ગયું છે. બેંક ઓફ મહારાષ્ટ્રે તાજેતરમાં સ્ઝ્રન્ઇ દરમાં વધારો કર્યો છે.

બેંકે એક વર્ષ માટે સ્ઝ્રન્ઇ ઘટાડીને ૮.૨૦ ટકા કર્યો છે. એક દિવસ માટે MCLR ૭.૫૦ ટકાથી લઈને એક વર્ષ માટે સ્ઝ્રન્ઇ ૮.૨૦ ટકા વસૂલવામાં આવે છે. નવા દરો આજથી એટલે કે ૧૪મી ડિસેમ્બરથી જ લાગુ થશે. બેંક ઓફ ઈન્ડિયાની વાત કરીએ તો તેણે રેપો આધારિત ધિરાણ દરોમાં ૩૫ બેસિસ પોઈન્ટનો વધારો કર્યો છે. હવે આ બેંકનું MCLR વધીને ૯.૧૦ ટકા થઈ ગયું છે.

સુધારેલ દર તમામ ટર્મ લોન માટે છે, જે ૭ ડિસેમ્બરથી લાગુ થશે. ઇન્ડિયન ઓવરસીઝ બેંકએ તેના સ્ઝ્રન્ઇમાં ૧૫ થી ૩૫ બેસિસ પોઈન્ટ્‌સનો વધારો કર્યો છે.

નવો દર ૧૦ ડિસેમ્બર, ૨૦૨૨ થી લાગુ થશે અને હવે આ બેંક એક રાતથી ત્રણ વર્ષ સુધીના સમયગાળા માટે ૭.૬૫ ટકાથી ૮.૪૦ ટકા સુધીનો વ્યાજદર વસૂલ કરી રહી છે.

રાજ્યની માલિકીની બેંક યુનિયન બેંક ઓફ ઈન્ડિયાએ તમામ કાર્યકાળ માટે MCLRમાં ૫ બેસિસ પોઈન્ટનો વધારો કર્યો છે. આ નવા દરો ૧૧ ડિસેમ્બર ૨૦૨૨થી લાગુ થશે. વધારા બાદ હવે સ્ઝ્રન્ઇ બેન્ચમાર્ક ૭.૫૦ ટકાથી વધીને ૮.૬૦ ટકા થઈ ગયો છે.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.