વોટર પ્લાન્ટમાંથી કોહવાયેલી હાલતમાં મળ્યા માનવ અંગ
અમદાવાદ, શહેરનાં વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટમાંથી કોહવાયેલી હાલતમાં વિવિધ માનવ અંગો મળતા ચકચાર મચી ગઇ છે. આ અંગો નર્મદા કેનાલ મારફતે પ્લાન્ટમાં આવ્યા હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. આ પ્લાન્ટમાંથી પુર્વ અમદાવાદમાં પાણીનો જથ્થો આપવામાં આવે છે. જાેકે, પુરવઠાના પ્રાથમિક તબક્કામાં કર્મચારીઓના ધ્યાને આવી બાબત આવતા જ પલગાં લેવામાં આવ્યા હતા.
છસ્ઝ્ર દ્વારા ૧૫ સ્ન્ડ્ઢ પાણીનો નાશ કર્યો છે. એએમસીએ જણાવ્યું છે કે, શહેરીજનોએ ચિંતા કરવાની જરૂર નથી. આ અંગે મળતી માહિતી પ્રમાણે, ગુરૂવારે શહેરનાં કોતરપુર વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટમાંથી સવારે ઉપરવાસમાંથી નર્મદા કેનાલમાંથી પુરૂષનો એક કપાયેલો હાથ તણાઇ આવ્યો હતો.
જે જાેઇને કર્મચારીઓ અને અધિકારીઓ એલર્ટ થઇ ગયા હતા. તેમણે પાણીનું શુદ્ધિકરણ તરત જ અટકાવી દીધું હતુ. આવેલા કોહવાયેલા હાથને બહાર કાઢીને ૧૫ એમએલડી (મિલિયન લિટર પર ડે) પાણીના જથ્થાનો નાશ કરી દીધો હતો. ૧૫ એમએલડી પાણી એટલે કે ૧.૫ કરોડ લિટર પાણીનો જથ્થો.
આ પ્લાન્ટની સફાઈ કર્યા બાદ ફરીથી કાર્યરત કરવામાં આવ્યો હતો. નોંધનીય છે કે, આ પ્લાન્ટમાંથી અમદાવાદનાં પૂર્વ વિસ્તારમાં પાણી મોકલવામાં આવે છે.
આ કોહવાયેલો હાથ મળતાની સાથે મ્યુનિ. તંત્ર દ્વારા પોલીસને જાણ કરવામાં આવી હતી. પોલીસની ટીમે પ્લાન્ટ પર પહોંચી હાથનો કબજાે મેળવી તેને ફોરેન્સિક તપાસ માટે મોકલી આપવામાં આવ્યો હતો. મ્યુનિ. તંત્ર દ્વારા આ સફાઈમાં ૧૫ એમએલડી પાણીને ફ્લશ આઉટ કરી દેવામાં આવ્યું હતું.
જેથી શહેરીજનોને કોઇ નુકસાન થાય નહીં. સરદારનગર પોલીસના જણાવ્યા અનુસાર માનવ શરીરના અંગો મળી આવતાં પ્રાથમિક તપાસ હાથ ધરવામાં આવી છે. હાલમાં પોલીસે આ અંગે ગુનો દાખલ કરીને વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.SS1MS