પઠાન ફિલ્મમાંથી બેશરમ રંગ સોંગને હટાવવાની માગ સાથે કલેક્ટરને આવેદન પત્ર પાઠવ્યું
(પ્રતિનિધિ)વલસાડ, શાહરૂખ અને દીપિકા પાદુકોણ સ્ટારર ફિલ્મ પઠાણનું થોડા દિવસ પહેલાં સોંગ ‘બેશરમ રંગ’ રિલીઝ થયું હતું. આ સોંગ રિલીઝ થતા જ સોશિયલ મીડિયા પર ઘણું ટ્રોલ થયું હતું અને ફિલ્મને બોયકોટ કરવાનો ટ્રેન્ડ શરૂ થયો હતો. આ સોંગનો ઠેર-ઠેર વિરોધ થઈ રહ્યો છે.
ત્યારે વલસાડ જિલ્લાના વિવિધ હિન્દૂ સંગઠનના અગ્રણીઓએ જિલ્લા કલેક્ટરને આવેદન પત્ર પાઠવી પઠાણ ફિલ્મમાંથી બશરમ રંગ સોંગ દૂર કરવાની માંગ કરી છે. તેમજ ફિલ્મ પ્રોડ્યુશર દ્વારા આ ફિલ્મથી સોંગ દૂર કર્યા વગર રિલીઝ કરવામાં આવશે અને સમગ્ર ગુજરાતમાં જે થિયેટરમાં ફિલ્મ ચલાવવામાં આવશે ત્યાં હિન્દૂ સંગઠનો જઈને ઉગ્ર વિરોધ નોંધાવશે તેવી ચીમકી ઉચ્ચારી હતી.
વલસાડ જિલ્લા હિન્દૂ સંગઠનો દ્વારા પઠાન ફિલ્મનું બેશરમ રંગ સોંગમાં દીપિકાના ભગવા રંગના કપડાને લઈ વિરોધ નોંધાવ્યો હતો. વલસાડ જિલ્લા કલેક્ટરને આવેદન પત્ર પાઠવી ફિલ્મમાંથી સોંગ દૂર કરવાની માંગ કરવામાં આવી હતી. હિન્દૂ ધર્મ રક્ષક સેના, વિશ્વ હિન્દુ પરિષદ, કરણી સેના, રાષ્ટ્રીય બજરંગ દલ, બજરંગ દળ, અગ્નિ વીર ગૌ રક્ષક દળ, હિન્દૂ યુવા વાહીની સહિતના હિન્દૂ સંગઠનો દ્વારા વિરોધ નોંધાવી વિવાદિત સોંગ દૂર કરવાની માંગ કરી હતી.
સોંગ સાથે ફિલ્મ રિલીઝ થશે ઉગ્ર વિરોધ પ્રદર્શનની ચીમકી કેસરી રંગ સાથે હિન્દૂ સંગઠનોની લાગણી જાેડાઈ હોવાથી ફિલ્મથી તાત્કાલિક અસરથી સોંગ દૂર કરવામાં આવે તેવી માંગ કરી હતી. જિલ્લાના સમસ્ત હિન્દૂ સંગઠનોએ સમગ્ર ગુજરાતમાં આ સોંગ સાથે પઠાન ફિલ્મ રિલીઝ થવા ન દેવાની રજૂઆત કરી હતી. તેમજ ગુજરાતમાં કોઈપણ થ્રિયેટરમાં આ સોંગ સાથે ફિલ્મ ચલાવવામાં આવશે તો હિન્દૂ સંગઠનો દ્વારા થિયેટર બહાર અને અંદર ઉગ્ર વિરોધ પ્રદર્શન કરવામાં આવશે. હિન્દૂ લોકોને લાગણી સાથે કોઈપણ ખીલવાડ કરશે તો તે ચલાવી લેવામાં આવશે નહીં તેવી ચીમકી અગ્રણીઓએ ઉચ્ચારી હતી.