રાજસ્થાનમાં બનનાર બે ડેમ વિરુદ્ધ ખેડબ્રહ્મા પ્રાંત કચેરીએ આવેદનપત્ર અપાયુ
(પ્રતિનિધિ)ખેડબ્રહ્મા , રાજસ્થાનમાં બનનાર બે ડેમ નું કામ રોકાવવા ખેડબ્રહ્મા તથા પોશીના તાલુકાના આદિવાસી ભાઈઓ દ્વારા ખેડબ્રહ્મા પ્રાંત કચેરીએ આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. રાજસ્થાનમાં ગુજરાતની સરહદ નજીક રાજસ્થાન સરકાર દ્વારા બૂઝા અને ચકસાંઢમારીયા સેઈ,અકળ,વાકળ સાબરમતી નદીઓ પર ડેમ મંજૂર કરેલ છે. જેનાથી ખેડબ્રહ્મા પોશીના વડાલી દાતા તેમજ જેના થકી આજુબાજુના તમામ વિસ્તારને પાણી મળી રહે છે એવા ધરોઈ ડેમમાં પાણી આવતું બંધ થઈ શકે તેમ છે માટે ગુજરાતના આદિવાસી બહુલક સમાજના ગામો વતી રાજસ્થાનમાં બનનાર બે ડેમને અટકાવવા માટે તારીખ ૧૫- ૧૨ -૨૨ ના રોજ ખેડબ્રહ્મા પ્રાંત અધિકારી શ્રી એચ યુ શાહ સાહેબને આયોજનપત્ર આપવામાં આવ્યું હતું.
રાજસ્થાનના પાણીથી ગુજરાત સમૃદ્ધ બન્યું છે અને આ પ્રોજેક્ટ હેઠળ રાજસ્થાન ની સરકાર બે ડેમ બનાવી રાજસ્થાનને સમૃદ્ધ બનાવવા માંગે છે આ માટે રાજસ્થાન સરકારે ૨૫૦૦ કરોડનું મોટું બજેટ ફાળવ્યું છે જાે આ ડેમો બની જાય તો ગુજરાતના આદિવાસી લોકોની ખેતી માટે પાણી મળતું બંધ થઈ જાય અને ખેડૂતો બેહાલ થઈ જાય કારણકે આ નદીઓના પાણી થકી જ ખેડબ્રહ્મા પોશીના તાલુકાના ખેડૂતો ખેતી કરી શકે છે વધુમાં રાજસ્થાનના આદિવાસી સમાજના ૨૪ ગામોના ૪૫૦૦૦ પરિવારો તેમ જ ?૧,૫૦,૦૦૦ થી વધુ જન સંખ્યા નું વિસ્થાપન થાય અને લોકો બેહલ બની જાય.
આદિવાસી સમાજને બંધારણીય અનુસૂચિ પાંચ અને પેશા એક્ટ જેવા હકો મળેલ છે તેમ છતાં આવા ભક્તોથી વંચિત રાખીને અનુસૂચિત પાંચ વિસ્તારમાં આદિવાસી સમાજ અને ગ્રામસભા ની મંજૂરી વગર ગેર બંધારણીય કામ થઈ રહ્યું છે. જાે ગુજરાતમાં રાજસ્થાન તરફથી આવતી નદીઓના પાણી બંધ થઈ જાય તો શેઈ નદી પર આવેલ આજણી, સાલેરા વલસાડી ખંડોરા દંત્રાલ, ગણવા, બેડા ખાદર,સેબલીયા ગૂણભાખરી,મતરવાડા જેવા ગામોના લોકોનું ખેતીનું પાણી મળતું બંધ થઈ જાય અને ખેડૂતો બે હાલ થઈ જાય તે માટે આ ડેમો અટકાવવા ખૂબ જ જરૂરી છે.