શ્રીલંકામાં મુસ્લિમ મતદારોને લઈ જતી બસોને આતંકીઓએ નિશાન બનાવી
કોલંબો, શ્રીલંકામાં શનિવારે મતદારોને લઈને જઈ રહેલી બસ પર હુમલો થયાના સમાચાર છે. જણાવવામાં આવી રહ્યુ છે કે લગભગ ૧૦૦ બસોને નિશાન બનાવવાની કોશિશ કરવામાં આવી છે. એક પોલિસ અધિકારી તરફથી જણાવવામાં આવ્યુ છે કે હુમલાખોરોએ રસ્તા પર ટાયરો સળગાવીને રસ્તો બ્લાક કરવાની કોશિશ કરી હતી. હજુ સુધી હુમલામાં કોઈના માર્યા જવાના સમાચાર નથી.
પોલિસ તરફથી જણાવવામાં આવ્યુ કે મુસલમાન મતદાતાઓને લઈને જઈ રહેલી બસ પર નોર્થ વેસ્ટ શ્રીલંકામાં હુમલો થયો છે. હુમલો મતદાન શરૂ થયાના અમુક જ કલાક પહેલા થયો. કોલંબોથી લગભગ ૨૪૦ કિલોમીટર દૂર તાંત્રિમાલેમાં થયેલા આ હુમલા વિશે પોલિસ તરફથી વિસ્તૃત માહિતી આપવામાં આવી છે. પોલિસ અધિકારી તરફથી જણાવવામાં આવ્યુ છે કે હુમલાખોરોએ બસપર અચાનક ગોળી વરસાવવી શરૂ કરી દીધી અને પત્થર પણ ફેક્યા. ઓછામાં ઓછી બે બસોને નિશાન બનાવવામાં આવી છે પરંતુ હજુ સુધી કોઈને માર્યા ગયાના સમાચાર આવ્યા નથી. તમને જણાવી દઈએ કે શ્રીલંકામાં હાલમાં રાષ્ટ્રપતિ ચૂંટણી માટે મતદાન ચાલી રહ્યુ છે અને રાષ્ટ્રપતિ મૈત્રીપાલા સીરીસેનાનો કાર્યકાળ ખતમ થઈ રહ્યો છે.