સંત નિરંકારી મિશન દ્વારા રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું.
સંત નિરંકારી મિશનના વડા સદગુરુ માતા સુદિક્ષાજી મહારાજની અસીમ કૃપાથી છોટાઉદેપુર જિલ્લાના કવાંટ ગામમાં સંત નિરંકારી ચેરિટેબલ ફાઉન્ડેશન (સંત નિરંકારી મિશનના સામાજિક વિભાગ) દ્વારા રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું.
જેમાં સંત નિરંકારી મિશન અને સ્થાનિક ગામના અનેક નાગરીકોએ ૧૭૮થી વધુ રક્તદાતાઓએ નિસ્વાર્થભાવથી રક્તદાન કર્યું હતું.રક્ત એકત્રિત કરવા માટે ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટી, દાહોદ તથા ઝાયડસ મેડીકલ કોલેજ અને હોસ્પિટલ,દાહોદની ટીમ ઉપસ્થિત રહીને રક્ત એકત્રિત કરવામાં આવ્યું.
આ શિબિરનું ઉદ્દઘાટન આદરણીય ઝોનલ ઇન્ચાર્જ શ્રી ભુપેન્દ્રભાઈ ગડરિયાના કરકમલો દ્વારા કરવામાં આવ્યું હતું.તેમને રક્તદાન શિબિરમાં ભાગ લેનાર તમામ રક્તદાતાઓનું પ્રોત્સાહન વધારી અને જનકલ્યાણને સમર્પિત તેમની નિસ્વાર્થ સેવા અને બહુમૂલ્ય યોગદાનની પ્રશંસા કરી આવેલ તમામ રક્તદાતા તથા આવેલ અતિથિઓ અને ડોકટરોની ટીમનો હૃદયપૂર્વક આભાર માન્યો હતો.
રક્તદાન શિબિરની સાથે સાથે સવારે ૧૧ થી ૨ દરમ્યાન વિશાળ નિરંકારી સત્સંગ સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં અનેક સંતોએ પોતાની અનુભવજન્યવાણીથી ભજન તથા આધ્યાત્મિક વિચારો દ્વારા સંતવાણીનો રસાસ્વાદ કરાવ્યો હતો.
પોતાના અધ્યક્ષીય પ્રવચનમાં મહા.એ કહ્યું હતું કે સંત નિરંકારી મિશન દ્વારા ૧૯૮૬થી અત્યાર સુધી અંદાજિત ૭૩૫૯ રક્તદાન શિબિરો અને લગભગ તેર લાખ યુનિટ રક્તદાન કરવામાં આવ્યું છે.