બાયડ તાલુકાના વસાદરા – સરસોલીમાં ગેસના બોટલોનો કકળાટ
(પ્રતિનિધિ) બાયડ, બાયડ તાલુકાના વસાદરા – સરસોલી ગામ ખાતે ગેસના બોટલોને લઈને ગામ લોકોનો આક્રોશ જાેવા મળ્યો હતો. આ મામલે સરસોલી ગામના પૂર્વ સરપંચ દિલીપભાઈ પટેલે જણાવ્યું હતું કે ગેસ એજન્સી દ્વારા ગાબટ મુકામે ગેસના બોટલોનું ગોડાઉન મંજૂર થયેલ હોવા છતાં ગેસના બોટલ આપવામાં ઠાગાઠૈયા કરવામાં આવે છે
વસાદરા અને સરસોલી ગામ ખાતે દર શનિવારના રોજ ગેસ બોટલ આપવાનો દિવસ નક્કી કરવામાં આવ્યો છે તેમ છતાં ગત શનિવારના રોજ ગ્રામજનો રોડ ઉપર બાટલા લઈને ઉભા હતા ત્યારે બાયડ થી ગેસના બોટલ ભરીને આઇસર ટ્રક નીકળી હતી.
જે વસાદરા – સરસોલી ગામે ઊભી ન રાખતા ગામ લોકોમાં આક્રોશ સાથે દોડધામ મચી ગઈ હતી. આથી લોકો ગેસની બોટલો લઈ સાધનો સાથે ગાબટ તરફ દોટ મૂકી હતી
જ્યાં ગેસની બોટલોનું વિતરણ ચાલુ હતું આથી વસાદરા – સરસોલીના ગામ લોકોએ ગેસના બોટલો થી વંચિત ન રહે તે માટે ઉચ્ચકક્ષાએ રજૂઆત કરવાનું નક્કી કર્યું હતું.