ઠાસરા તાલુકાના કાલસર ગામે બે દિવસથી પીવાના પાણી ન મળતા મોટો કકળાટ
(પ્રતિનિધિ) ડાકોર, ઠાસરા તાલુકામાં આવેલું કાલસર મોટું ગામ કહેવાય છે અને આની વસ્તી પણ ખૂબ જ છે. પરંતુ અત્યારે સરકાર તરફથી રીસીવર મૂકાતા આ ગામનો રણીધણી કોઈ રહ્યો નથી. કારણ એ છે કે સરપંચોની ચૂંટણી તેમજ નગરપાલિકાઓની ચૂંટણી આવી રહી છે ત્યારે અહીં સરપંચ તેમજ તલાટી નું કામ રીસીવર કરી રહ્યા છે.
આ રીસીવર અહીં નિયમિત ન આવતા પ્રજાના જે પીવા ના પાણી નો પ્રાણ પ્રશ્નો છે તેને હલ કરવા નિષ્ફળ નીકળ્યા છે આમ અત્યારે કાલસરમાં સરકારના ખરેખર જે કામો થવા જાેઈએ તે કામો થઈ રહ્યા નથી તેમ જ પ્રજા પીવાના પાણીથી પીસાઈ રહી છે જ્યારે સરકાર એવા દાવા કરે છે કે નલ સે જલ તકની જે યોજના છે તે અમે આખા ગુજરાતમાંગામડે ગામડે પૂરી પાડી છે ત્યારે અહીં આ યોજનાના લીરે લીરા ઉડતા દેખાઈ રહ્યા છે ખરેખર આ બાબતે ઉચ્ચ અધિકારીઓએ કાં તો કલેક્ટરે ધ્યાન દોરી અને પ્રજાનો આજે પાણીનો પ્રાણ પ્રશ્ન છે એ દૂર કરવા તપરતા દાખવી જાેઈએ……. અત્યારે પ્રજા ભાજપને ખોબે ખોબે વોટ આપી ને પીવાના પાણીથી પીસાઈ રહી હોવાનું દેખાઈ રહ્યું છે તો આ પ્રશ્ન ખરેખર વહેલી તકે હલ થશે કે પ્રજા પાણીની એક એક બુંદ પીવા માટે પીસાઈ રહેશે…?