ભાજપ દ્વારા પુતળા દહન બાદ કલેક્ટર કચેરીમાં આવેદન પત્ર અપાયું
(પ્રતિનિધિ) પાલનપુર. ભારતના વડાપ્રધાન અને સંસ્થા પર પાકિસ્તાનના વિદેશ મંત્રી દ્વારા અભદ્ર ટિપ્પણી કરવામાં આવી હતી.
જેના પગલે દેશભરમાં રોષ ફેલાયો છે. ત્યારે બનાસકાંઠા ભારતીય જનતા પાર્ટી દ્વારા વિદેશ મંત્રીનું પૂતળાનુ દહન કરી વિરોધ કરવામાં આવ્યો હતો.
યુએનએસસીની બેઠકમાં ભારતના વિદેશ મંત્રીના આતંકવાદના કડક વલણ મુદ્દે પાકિસ્તાન કોઇ જવાબ આપવાની અવસ્થામાં ન હોવાથી બોખલાઇ ગયું હતું. અને દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી માટે અને આરએસએસ સંસ્થા માટે પાકિસ્તાનના વિદેશમંત્રી બિલાવલ ભુટ્ટોએ અભદ્ર ટિપ્પણી કરી હતી.જેના દેશભરમાં ભારતીય જનતા પાર્ટીના હોદ્દેદારો અને કાર્યકરમાં આક્રોશ જાેવા મળી રહ્યો છે.
ત્યારે બનાસકાંઠા જિલ્લા ભાજપ દ્વારા શનિવારે સાંજે પાલનપુર ગુરૂનાનક ચોકમાં પાકિસ્તાના વિદેશ મંત્રીનું પૂતળું ફુક્યું હતું. અને પાકિસ્તાન મુર્દાબાદના સૂત્રોચાર પોકારી વિરોધ વ્યક્ત કર્યો હતો.
ત્યારબાદ જિલ્લા કલેક્ટરને આવેદન પત્ર આપવામાં આવ્યુ હતુ.જેમાં જિલ્લા ભાજપ પ્રમુખ ગુમાનસિંહ ચૌહાણ,પાલનપુરના ધારાસભ્ય અનિકેત ઠાકર,મહામંત્રી અતુલભાઇ જાેષી,સહિત મોટી સંખ્યામાં ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા