તાલુકા કક્ષાની રમતગમત સ્પર્ધાઓનું આયોજન કરાયું
(ડાંગ માહિતી ) આહવા નેહરુ યુવા કેન્દ્ર ડાંગ દ્વારા ૧૭ અને ૧૮ ડિસેમ્બર ૨૦૨૨ ના રોજ ગરુડિયા, સુબીર તાલુકા અને ભવાનદગડ, આહવા બ્લોક ખાતે તાલુકા કક્ષાની રમતગમત સ્પર્ધાઓનુ આયોજન કરવામા આવ્યુ હતુ.
જેમા તમામ બ્લોકના સ્પર્ધકોએ વોલીબોલ, કબડ્ડી, રસ્સાખેંચ, દોડ, ગોળાફેંક અને લાંબીકૂદ ઈવેન્ટમા ભાગ લીધો હતો. ડાંગ નેહરુ યુવા કેન્દ્રના જિલ્લા યુવા અધિકારી શ્રી અનુપ ઇગલોએ જણાવ્યુ હતુ કે, તા ૨૪-૧૨-૨૦૨૨ ના રોજ ભાવનદગડ ગામ ખાતે જિલ્લા કક્ષાની રમતોત્સવનુ આયોજન કરવામા આવનાર છે ત્યારે તમામ બ્લોકના સહભાગીઓને ઇવેન્ટમા ભાગ લેવા શ્રી અનુપે અનુરોધ કર્યો છે.