અમદાવાદ મહિલાને ગરમ કપડા જોવા ૭૬ હજારમાં પડ્યા
અમદાવાદ, અમદાવાદ શહેરના રામોલ વિસ્તારમાં એક મહિલાને રોડ પર એક્ટીવા પાર્ક કરીને ગરમ કપડાં જાેવા જવું ભારે પડ્યું છે. મહિલા જ્યારે પરત આવી ત્યારે જાેયું તો એક્ટિવાની ડેકી ખુલ્લી હતી. જેમાં તેણે તપાસ કરતા જાણવા મળ્યું હતું કે, ડેકીમાં મુકેલો મોબાઇલ ફોન, રૂપિયા ૧૦ હજાર રોકડા અને એટીએમ કાર્ડ ગાયબ હતાં.
જાેકે, તસ્કરોએ એટીએમ કાર્ડમાંથી રૂપિયા ૬૧ હજાર પણ ઉપાડી લીધા હોવાનું જાણવા મળ્યું હતું. શહેરના નિકોલ વિસ્તારમાં રહેતી અને ધ ગુજરાત સ્ટેટ કો ઓપરેટીવ બેંકમાં ટેકનિકલ આસિસટન્ટ તરીકે નોકરી કરતા અશ્મિતા કાછડીયા નામની મહિલા ૧૬મી ડિસેમ્બરના દિવસે સાંજના પાંચેક વાગ્યાની આસપાસ નોકરીએથી ધરે પરત ફરી રહ્યા હતા.
આ દરમિયાન એક મોટું પર્સ જેમાં તેણે બેંક વોલ્ટની તેમજ બેંકની તીજાેરીઓની ચાવીનો ઝુડો, જ્યારે નાના પર્સમાં રોકડ રૂપિયા ૧૦ હજાર, ઓરિજનલ પાનકાર્ડ, આધારકાર્ડ, બેંકના બે એટીએમ કાર્ડ તથા મોબાઇલ ફોન ડેકીમાં મુક્યા હતાં.
નિરાંત ચાર રસ્તા પાસે રોડ પર કેટલાક માણસો ભેગા થયા હતાં અને ગરમ કપડાનું વેચાણ થતું હોવાથી મહિલાએ તેનું એક્ટિવા રોડ પર પાર્ક કરીને ગરમ કપડા જાેવા માટે ગઇ હતી. થોડીવાર બાદ તે પરત આવતા જાેયું તો એક્ટિવાની ડેકી ખુલ્લી હતી.
જેમાં રાખેલું પર્સ ગાયબ હતું. જ્યારે એકાદ કલાક બાદ એડીસી બેંકના ખાતા માંથી રૂપિયા ૩૫ હજાર અને જીએસસીબેંકના ખાતામાંથી રૂપિયા ૨૬ હજાર એમ કુલ રૂપિયા ૬૧ હજાર ઉપડી ગયા હતાં. જાેકે આસપાસમાં તપાસ કરતા પર્સ મળીના આવતા મહિલાએ સમગ્ર ઘટનાની જાણ પોલીસને કરી હતી. જે અંગે પોલીસે ફરિયાદ દાખલ કરીને વધુ તપાસ શરૂ કરી છે.SS1MS