૪૮ કલાક બાદ તાપમાનમાં ૨થી ૪ ડીગ્રીનો ઘટાડો થશે
અમદાવાદ, ગુજરાત રાજ્યના હવામાનમાં ફેરફાર થયો છે. કારતક અને માગસર માસના ગણતરીના દિવસો બાકી રહ્યા છે, તેમ છતાં ગુજરાતના ઠંડીની તંગી છે. હાલ રાજ્યના લોકોના મનમાં એક જ સવાલ ચાલી રહ્યો છે કે ગુજરાતમાં ઠંડી કેમ છે ગાયબ? તો આજે અમે તમારા માટે ખુશખબર લાવ્યા છીએ. હવામાન વિભાગે ગુજરાતમાં ક્યારથી ઠંડી પડશે તેની આગાહી કરી દીધી છે.
હવામાન વિભાગના મતે, આગામી પાંચ દિવસ રાજ્યમાં વાતાવરણ સુકુ રહેશે. હાલ ગુજરાતમાં વરસાદ થવાની કોઈ સંભાવના નહીં. પરંતુ આગામી ૪૮ કલાકમાં તાપમાનનો પારો ગગડતો જાેવા મળશે, એટલે રાજ્યમાં કાતિલ ઠંડીનો ચમકારો જાેવા મળશે. ૪૮ કલાક બાદ તાપમાનમાં હજુ ૨થી ૪ ડીગ્રીનો ઘટાડો થશે. નલિયામાં અત્યાર સુધીનું સૌથી ન્યૂનતમ તાપમાન ૧૩.૮ ડીગ્રી નોંધાયું છે. જ્યારે અમદાવાદમાં ૧૬.૫ ડીગ્રી, ગાંધીનગરમાં ૧૪.૯ ડીગ્રી તાપમાન છે.
પરંતુ આગામી ૪૮ કલાક પછી ઠંડીનો ચમકારો વધવાની સંભાવના હવામાન વિભાગ જાેઈ રહ્યું છે. ક્લાઈમેટ બદલાઈ રહ્યાના અણસાર આપે છે. અરબી સમુદ્રમાં સાયક્લોનિક સર્ક્યુલેશનથી ડીપ્રેસનની સિસ્ટમે પવનની દિશા અને દશા બદલી નાંખી હતી પરંતુ, હવે આ સિસ્ટમ પસાર થઈ જવા છતાં પણ સૌરાષ્ટ્ર, કચ્છ સહિત ગુજરાતમાં હાલના સમયે ઠંડી દેખાઈ રહી નથી. પરંતુ આગામી પાંચ દિવસ રાજ્યમાં વાતાવરણ સૂકું રહેશે.
૪૮ કલાક બાદ તાપમાનમાં હજુ ૨ થી ૪ ડીગ્રીનો ઘટાડો થશે તેથી તે બાદ ચમકારો વધવાની સંભાવના છે.હવામાન વિભાગે જણાવ્યું છે કે, રાજ્યમાં ઉતર પૂર્વના પવનો ફૂંકાયા છે. રાજ્યમાં લઘુતમ તાપમાન ઘટવાનું અનુમાન છે. ૨થી ૩ ડીગ્રી તાપમાન ઘટશે. જેના કારણે ઠંડીનો અહેસાસ થશે. ઉતર, મધ્ય ગુજરાતમાં લઘુતમ તાપમાન ૮ ડીગ્રીથી નીચું જવાની શક્યતા છે. કચ્છના ભાગોમાં નલિયામાં લઘુતમ તાપમાન ૫ ડીગ્રી અસપાસ રહેવાની શક્યતા છે. બનાસકાંઠાના ભાગોમાં બેચરાજી, સમી હારીજમાં ઠંડી વધુ રહેવાની શકયતા છે. અમદાવાદ વડોદરામાં પણ ઠંડીનું જાેર ૨૫ ડિસેમ્બર બાદ વધશે.