૪૨ દિવસના જોડિયા બાળકોને કોરોના થયો, નથી દવા કે નથી હોસ્પિટલ
બેઈઝીંગ, ચીનમાં કોરોના કાબૂથી બહાર થઈ ગયો છે. લોકોને ન તો એમ્બ્યુલન્સ મળે છે, ન હોસ્પિટલમાં દવા મળી રહી છે. આ તમામની વચ્ચે ટિ્વટર પર એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયો ચીનના હેબેઈ પ્રાંતનો હોવાનું કહેવાય છે. તેમાં એક લાચાર પરિવાર દેખાઈ રહ્યો છે, એક મા અને ૪૨ દિવસના જાેડીયા બાળકો સંક્રમિત છે. બાળક તાવથી ધખધખી રહ્યો છે, પણ તેને દવા નથી મળતી.
બાળકનો તાવ ઓછો કરવા માટે લાચાર માતા બટાટાની ચિપ્સનો ઉપયોગ કરી રહી છે, પણ તેનાથી કોઈ ફરક પડતો નથી. મહિલાએ આરોપ લગાવ્યો છે કે, અહીં બાળકોને આપવા માટે દવા પણ નથી. હોસ્પિટલે લઈ જવા માટે એમ્બ્યુલન્સ પણ નથી મળતી.
ચીનમાં હાલત એટલી ખરાબ થઈ છે કે, નિષ્ણાંતો કંઈ કરી શકવાની હાલતમાં દેખાતા નથી. બીજી બાજૂ, ચીનના ટોચના મહામારી વિજ્ઞાની અને સ્વાસ્થ્ય અર્થશાસ્ત્રી એરિક ફેગલ-ડિંગે એ અનુમાન લગાવ્યું છે, જે દુનિયા માટે ખૂબ જ ડરામણું છે, તેમનું કહેવું છે કે, આગામી ૯૦ દિવસમાં ચીનની હાલત કોરોનાથી ભયંકર થઈ જશે.
અહીં ૬૦ ટકાથી વધારે લોકો અને દુનિયાના ૧૦ ટકા જનતા કોરોનાથી સંક્રમિત થઈ શકે છે. ચીનના ટોચના રોગચાળાના નિષ્ણાત અને આરોગ્ય અર્થશાસ્ત્રી એરિક ફીગેલ-ડિંગે અનુમાન લગાવ્યું છે કે આગામી ૯૦ દિવસમાં ચીનના ૬૦% થી વધુ લોકો અને વિશ્વની ૧૦% વસ્તી કોવિડ-૧૯ થી સંક્રમિત થઈ શકે છે.
ફીગેલ-ડિંગના જણાવ્યા મુજબ, ચાઇનીઝ કમ્યુનિસ્ટ પાર્ટી (સીસીપી) નું લક્ષ્ય છે ‘જેને ચેપ લાગ્યો છે તેમને ચેપ લાગવા દો, જેઓ મરવા માંગે છે તેમને મરવા દો. વહેલું ચેપ, વહેલું મૃત્યુ, વહેલું શિખર અને ઉત્પાદનનું વહેલું પુનઃસ્થાપન.
તેમણે ટિ્વટ કર્યું, ‘થર્મોન્યુક્લિયર ખરાબ – પ્રતિબંધ હટાવ્યા બાદ ચીનમાં હોસ્પિટલો સંપૂર્ણપણે પડી ભાંગી છે. એપિડેમિયોલોજિસ્ટનો અંદાજ છે કે આગામી ૯૦ દિવસમાં ચીનના ૬૦% અને વિશ્વની ૧૦% વસ્તી ચેપગ્રસ્ત થવાની સંભાવના છે.
મૃત્યુઆંક લાખોમાં સંભવ છે – આ તો માત્ર શરૂઆત છે. તમને જણાવી દઈએ કે સોમવારે ચીનના સ્વાસ્થ્ય અધિકારીઓએ કોવિડ-૧૯ સંક્રમણને કારણે ૨ લોકોના મોતની જાહેરાત કરી હતી. દેશમાં ‘ઝીરો-કોવિડ’ નીતિ હેઠળ લાદવામાં આવેલા નિયંત્રણોમાં છૂટછાટ બાદ કોરોના વાયરસના ચેપમાં જંગલી વધારો વચ્ચે તાજેતરના અઠવાડિયામાં આ વાયરસના કારણે મૃત્યુની આ માહિતી છે.
જાે કે, ઘણા બિનસત્તાવાર અહેવાલોમાં, કોવિડ -૧૯ સંક્રમિતના સંબંધીઓ અને અંતિમ સંસ્કારના કામમાં જાેડાયેલા લોકોને ટાંકીને, મૃત્યુમાં વધારો થવાની વાત કરવામાં આવી છે.
જ્યારે સોમવારના બે મૃત્યુ પહેલા, ચીને ૪ ડિસેમ્બરે કોવિડ -૧૯ થી કોઈ મૃત્યુની જાણ કરી ન હતી. તે જ સમયે, વોલ સ્ટ્રીટ જર્નલે તેના અહેવાલમાં જણાવ્યું છે કે તાજેતરના દિવસોમાં કોવિડ -૧૯ દર્દીઓ માટે બેઇજિંગનું એક સ્મશાન સ્થળ મૃતદેહોથી ભરેલું છે.SS1MS