બાળપણથી જ ફૂટબોલર મેસ્સીને છે દુર્લભ બીમારી
નવી દિલ્હી, વિશ્વના સૌથી શ્રેષ્ઠ ફૂટબોલર લિયોનેલ મેસ્સીને એક દુર્લભ બીમારી છે, તેઓ માત્ર ૧૧ વર્ષના હતા જ્યારે તેઓને ગ્રોથ હોર્મોન ડેફિસિએન્સીની બીમારી થઇ ગઇ હતી.
આ એક એવી કન્ડિશન છે જેમાં શરીરની અંદર પર્યાપ્ત માત્રામાં ગ્રોથ હોર્મોન બનવા લાગે છે અને આનાથી બાળકનો વિકાસ અને વૃદ્ધિ અટકી જાય છે.
આશ્ચર્યની વાત તો એ છે કે, મેસ્સીને માત્ર ૧૨ વર્ષની ઉંમરેથી જ દરરોજ પગમાં ગ્રોથ હોર્મોનના ઇન્જેક્શન આપવામાં આવતા હતા. તેમ છતાં મેસ્સીએ ૧૩ વર્ષની ઉંમરે એફસી બાર્સેલોના ક્લબ સાઇન કર્યુ જે મેસ્સીની મેડિકલ ટ્રીટમેન્ટનો ખર્ચો પણ ઉઠાવતા હતા.
જયપુરના પેન્ગ્યુઇન પીડિયાટ્રિક કેર એન્ડ ઇન્ટર્નલ હોસ્પિટલમાં કન્સલ્ટન્ટ પીડિયાટ્રિશિયન ડોક્ટર વિવેક શર્માએ બાળકોમાં ગ્રોથ હોર્મોન ડિફિસિયન્સ શું હોય છે તેના વિશે માહિતી આપી છે. ગ્રોથ હોર્મોન એવું તત્વ છે જે હાડકાં અને અન્ય ટિશ્યુના વિકાસને ઉત્તેજિત કરવા માટે જરૂરી કમ્પાઉન્ડ છે.
આ ડેફિશિએન્સી મુખ્યત્વે બાળકોના ગ્રોથને પ્રભાવિત કરે છે. જેનું સૌથી સામાન્ય લક્ષણ છે બાળકોને શારિરીક ગ્રોથ અટકી જવો. જ્યારે બાળક અન્ય બાળકોની સરખામણીએ લંબાઇમાં વધી શકતો નથી. તેના અન્ય લક્ષણો છે પ્યૂબર્ટીમાં સમય લાગવો, બાળક પોતાની ઉંમર કરતા નાનો દેખાય, દાંતનો વિકાસ ધીમો પડવો, વાળનો વિકાસ ના થવો, ચહેરા અને પેટની આસપાસ ફેટ વધારે હોવું.
બાળકોમાં ગ્રોથ હોર્મોનની ઉણપના કારણે આ બીમારી થાય છે, હાઇટ ઘટી જાય છે અને બેથી ત્રણ વર્ષની ઉંમર સુધી આ અંગે જાણકારી જ નથી હોતી. બેથી ત્રણ વર્ષ બાદ બાળકની હાઇટમાં ફરક દેખાવા લાગે છે. બાળકની પોતાની ઉંચાઇ અન્ય બાળકો કરતા ઓછી હશે, તેનો ભૌતિક વિકાસ નોર્મલ હોય છે. જેમ જેમ બાળક મોટું થતું જાય છે તો તેની લંબાઇમાં ફરક દેખાવાનું શરૂ થઇ જાય છે.
ડોક્ટર અનુસાર, પિટ્યૂટરી ગ્લેન્ડથી ગ્રોથ હોર્મોન નિકળે છે. પ્રેગ્નન્સીમાં ઇજા થઇ હોય, ડિલિવરી દરમિયાન કોઇ ઇજા થઇ હોય અથવા ગર્ભમાં બાળકને કોઇ રેડિએશન થેરાપી આપવામાં આવી હતી, બાળકને બ્રેઇન ટ્યૂમર હોય તો પિટ્યૂટરી પ્રોબ્લેમ ઉભો થાય છે અને ગ્રોથ હોર્મોન ઘટી જાય છે.
ડોક્ટર બાળકનો બ્લડ ટેસ્ટ, ગ્રોથ હોર્મોન ટેસ્ટ, સીટી સ્કેન કરાવે છે. ટેસ્ટના રિપોર્ટ અનુસાર, બાળકનો ઇલાજ કરવામાં આવે છે. પીડિયાટ્રિક એન્ડોક્રાઇનોલોજીસ્ટ ગ્રોથ હોર્મોન ડેફિશિએન્સીના ઇલાજ અને નિદાનમાં મદદ કરી શકે છે. આ માટે કેટલાંક બ્લડ ટેસ્ટ ઉપરાંત બોન એજ એક્સરે અને જીએચ સ્ટિમ્યુલેશન ટેસ્ટ પણ કરવામાં આવે છે.SS1MS