Western Times News

Gujarati News

ગૌહરે વિડીયો શેર કરીને પ્રેગ્નેન્ટ હોવાની માહિતી આપી

મુંબઈ, બિગ બોસ ૭ની વિનર ગૌહર ખાન, જેણે સોશિયલ મીડિયા ઈન્ફ્લુએન્સર ઝૈદ દરબાર સાથે ૨૫ ડિસેમ્બર, ૨૦૨૦ના રોજ નિકાહ કર્યા હતા, તે પ્રેગ્નેન્ટ છે. એક્ટ્રેસ ખૂબ જલ્દી પહેલા બાળકને જન્મ આપવાની છે અને તેના ફેન્સ ખૂબ જ ખુશ છે.

કપલે મંગળવારે (૨૦ ડિસેમ્બર) તેમના સોશિયલ મીડિયા હેન્ડલ પર શુભચિંતકો અને મિત્રો સાથે આ ગુડન્યૂઝ શેર કર્યા હતા. ટુ-બી-પેરેન્ટ્‌સે એક એનિમિટેડે વીડિયો શેર કર્યો હતો અને પ્રેગ્નેન્સીની જાહેરાત કરી હતી. ગૌહરે વીડિયોની સાથે એક અદ્દભુત મેસેજ પણ લખ્યો હતો. તેણે લખ્યું હતું ‘બિસ્મિલ્ર્લાહિરહર્માનિરહીમ. તમારા લોકોના પ્રેમ અને પાર્થનાની જરૂર છે. માશાઅલ્લાહ!’.

આ સાથે તેણે તેમની નવી જર્નીની જાહેરાત કરવા માટે એનિમેશન બનાવી આપનારનો પણ આભાર માન્યો હતો. પ્રેગ્નેન્સીની ખુશખબરી ગૌહર ખાન અને ઝૈદ દરબારની બીજી વેડિંગ એનિવર્સરીના ઠીક પાંચ દિવસ પહેલા આવી હતી. ૨૫ ડિસેમ્બરે તેમના લગ્નને બે વર્ષ થશે.

જીવનના નવા તબક્કામાં પ્રવેશવા જઈ રહ્યા હોવાથી કપલ ખૂબ જ ઉત્સાહિત છે. તેમણે તેમની આ નવી અને એડવેન્ચરથી ભરેલી જર્ની માટે આશીર્વાદ વરસાવવાની ફેન્સને વિનંતી કરી છે. શ્વેતા પંડિત, ક્રૃતિ ખરબંદા, અવેઝ દરબાર, નેહા કક્કડ, અનમ દરબાર, યુવિકા ચૌધરી, અનન્યા પાંડે, દિયા મિર્ઝા, સોફી ચૌધરી, અનિતા હસનંદાની, માહી વિજ, પંખુડી અવસ્થી, જસલીન મથારુ, કરણ મહેરા, ડેઈઝી શાહ, અમાયરા દસ્તુર તેમજ કિશ્વર મર્ચન્ટ સહિતના સેલેબ્સે અભિનંદનનો વરસાદ કર્યો હતો અને આવનારા બાળક માટે પ્રેમ મોકલ્યો હતો. હાલમા વાતચીત કરતાં એક્ટ્રેસે જણાવ્યું હતું કે ‘હું બાળક ઈચ્છું છું, ગયું વર્ષ મારા માટે હેક્ટિક રહ્યું હતું.

તે વર્ષમાં મને ઝૈદને પણ સરખી રીતે જાેવાનો સમય મળ્યો નહોતો. હું સતત શૂટિંગ કરી રહી હતી. હવે જ્યારે પણ અલ્લાહ અમારા પર મહેરબાન થશે ત્યારે અમે પરિવાર શરૂ કરીશું. હાલ અમારો કોઈ પ્લાન થશે અને આગામી બે વર્ષ સુધી અમે તેમ કરવા માગતા નથી. આ સિવાય એવું પણ નથી કે સાસરિયાં તરફથી મારા પણ દબાણ થઈ રહ્યું છે. જ્યારે અલ્લાહને મંજૂર હશે ત્યારે અમારે ત્યાં બાળક આવશે’.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.