અતુલ ખાતે ૧૩ મો ઉલ્હાસ ક૫ ઈન્ટર સ્કૂલ ક્રિકેટ ટુર્નામેન્ટમાં શેઠ આર.જે.જે હાઈસ્કુલ (વલસાડ) વિજેતા
(પ્રતિનિધિ) વલસાડ, ઉલ્હાસ જીમખાના આયોજીત ૧૩ મો ઉલ્હાસ કપ ઈન્ટર સ્કુલ ક્રિકેટ ટુર્નામે ન્ટની માહીતી આપતા ઉલ્હાસ જીમખાનાના જનરલ સેક્રેટરી શ્રી જે.ડી.પટેલે જણાવ્યુ હતુ કે તા. ૨૨-૧૧-૨૦૨૨ થી ૦૭-૧૨-૨૦૨૨ સુધી ચાલેલ, આ ટુર્નામેન્ટમાં વલસાડ જીલ્લાની નામી ૧૬ સ્કુલોએ ભાગ લીધો હતો તે પૈકી ફાઈનલ મેચ શેઠ આર જે.જે હાઈસ્કુલ (ગુજરાતી મીડીયમ) વલસાડ વિરુધ્ધ કલ્યાણી હાઈસ્કુલ અતુલ વચ્ચે રમાઈ હતી જેમા શેઠ આર જે.જે હાઈસ્કુલ નો વિજય થયો હતો.
બેસ્ટ બેટસમેન, મેન ઓફ ધી મેચ અને મેન ઓફ ધી સીરીઝ ના ઈનામો શેઠ આર જે.જે સ્કુલના ખેલાડીશ્રી અનુક્રમે દેવ ગજધર, અર્થ રામાણી, શ્રેયાસ પટેલ, તેમજ બેસ્ટ ફીસ્ડર બેસ્ટ બોલર તરીકેના ઈનામો કલ્યાણી સ્કુલના ખેલાડીશ્રી નભ કે વાણંદ, નીવ જે પટેલ ના ફાળે ગયો હતો. આ ટુર્નામેન્ટ ઉદઘાટન તેમજ ઈનામ વિતરણ સમારંભમાં શ્રી કમલભાઈ દેસાઈ, સુંદરભાઈ પસ્તાગીયા. હોમીયાર કાસદ, રમેશચંદ્ર લી પટેલ, રાકેશભાઈ એડવોકેટ, નિખીલભાઈ શાહ, કાંતીભાઈ પટેલ, રતિલાલ ટડેલ, અશોકભાઈ ટંડેલ, તેમજ કલ્યાણી સ્કુલ ના સ્પોર્ટસ ટીચર મનોજ ઠાકોર, શેઠ આર જેજે ના કપીલ સરના શુભ હસ્તે રોક્ડ પુરૂસ્કાર તેમજ ટ્રોફીઓ એનાયત કરવામાં આવી હતી.