Western Times News

Gujarati News

બાળકને મુક્ત રીતે ખીલવા દઈએ

આજનું દશ-બાર વર્ષનુું બાળક પણ પોતાના ભવિષ્ય અંગે ચિંતા કરતું થયું છે. તે કંઈક કરવા- કંઈક બનવા ઈચ્છે છે, પણ એટલું જ નહીં તેમના માતા-પિતાને પણ તેમના ભવિષ્ય અંગે ભાવિ ચિંતા જાેવા મળે છે, જેના કારણે તેમના બાળક ઉપર ઘણો ભાર જાેવા મળે છે. તેનું ફિલ્ડ તે જાતે પોતાની મરજીથી પસંદ કરી શકતું નથી. એમાં વાંક મા-બાપનો કે કોઈનો નથી અને કદાચ છે તો એ મા-બાપના નિર્દોષ ભાવ-પ્રેમનો છે. તેઓ પોતાના બાળકને દુઃખી જાેવા નથી માગતા. તેથી તેઓ બાળકને ભણવામાં મહેનત કરવાનું – વાંચવાનું કહ્યા રાખે છે.

‘ડોકટર બનજે હો ! વકીલ બનજે હો ! એન્જિનીયર બનજે હો ! વગેરે જેવું કહ્યા રાખે છે, પણ બાળક પોતે શું બનવા- શું કરવા માગે છે, તે તો મા-બાપ ક્યારે પૂછતાં જ નથી. કોઈ દિવસ બાળકને એમ પૂછીએ છીએ કે, ‘બેટા બોલ તને શું બનવાની ઈચ્છા છે? તને શું કરવું ગમે છે ? તું ક્યાં ફિલ્ડમાં જવાની ઈચ્છા રાખીશ ? ના કોઈ દિવસ પણ નહી હા, બહુ ઓછા માતા-પિતા હવે જે પોતાના બાળકને એના મનગમતા ફિલ્ડમાં જવાનું કહેતા હશે, પણ બીજા માતા-પિતા, એમના બાળકોને શું ? એવા માતા-પિતા સમજવાનું હશે કે બાળકને જાતે નકકી કરવા દો કે એમને આગળ શું કરવું છે.

આપણે દીકરાને માર્ગદર્શન આપીએ, તેમની જરૂર છે તેમને પણ આપણા વિચાર ના થોપીએ એમના ઉપર. જાે માતા-પિતા એ વાતને સમજશે કે એમનું બાળક શું કરવા માગે છે અને એને પ્રોત્સાહિત કરશે તો એમના બાળકનું ભવિષ્ય ઉજ્જવળ છે જ. બાળકને જેમાં રસ-રુચિ છે, તેમાં તેને ફાવટ હોય જ. જે વસ્તુ બીજા લોકોને અઘરી લાગે છે, તે જ વસ્તુ એ બાળક સરળતાથી કરી લે છે, કારણ એને એ વસ્તુની આવડત છે. કોઈપણ ફિલ્ડમાં, કોઈ પણ વસ્તુમાં કુશળતા એ સફળતાનું પ્રથમ પગથિયું છે.

જાે તેને તેના મનગમતા ફિલ્ડમાં યોગ્ય તાલીમ અને પ્રોત્સાહન મળે તો તે બાળક ધાર્યું બધું જ કરી શકે છે, સફળ થઈ શકે છે, હા, અએ એવું જરૂર નથી કે ભણવાથી જ ઉજ્જવળ-સારું ભવિષ્ય બનાવી શકાય છે. આજે ભણેલા પણ મજુરી કરતા હોય કે બેરોજગાર આપણા સમાજમાં હશે, એનું કારણ એ કે તેઓ પોતાની સાચી દિશા નકકી કરી શકયા નહી એ લોકો એવા ફિલ્ડમાં ગયા કે જે તેમના માટે અઘરું છે.

આજનું બાળક માતા-પિતાના પ્રેમમાં દબાઈ જાય છે. એવો પ્રેમ શા કામનો, જે બાળકને સુખ, શાંતિના બદલે નિરાશા-હતાશા આપતો હોય. આજનું બાળક નાનપણથી જ ભારેખમ જીવન જીવવા લાગ્યું છે એ વાત માતા-પિતાને સમજવી પડશે. આજે બે વર્ષના બાળકને પણ એબીસીડી શીખવવા માંડીએ છીએ, જે તદ્દન ખોટું છે. નાના બાળકને પાંચ વર્ષ સુધી એને એની મેળે જ ઉછેરવા દો, તો જ તેનો શારીરિક અને માનસિક વિકાસ સારી રીતે થશે. તો જ તે પોતાનું ઉજ્જવળ ભવિષ્ય બનાવી શકશે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.