જીસસના કારણે ભારતીયો કોરોના વાયરસથી બચી ગયા
હૈદરાબાદ, ચીન સહિત દુનિયાના કેટલાય દેશોમાં કોરોના વાયરસના કેસો ફરી એક વાર વધી રહ્યા છે. ચીનમાં પહેલી અને બીજી લહેર દરમિયાન સ્થિતિ એટલી ભયાનક નહોતી થઈ, જેટલી આ વખતે છે. હોસ્પિટલોમાં દર્દીઓ માટે બેડ અને શ્મશાનમાં લાશોના અંતિમ સંસ્કાર માટે જગ્યા નથી મળતી. ભારતમાં પણ સ્થિતિ પર નજર છે અને તમામ રાજ્યોને એલર્ટ પર રહેવાની સલાહ આપવામાં આવી છે.
એરપોર્ટ પર રેંડમ સેમ્પલિંગ શરુ કરી દેવામાં આવ્યું છે. આ તમામની વચ્ચે તેલંગણાના હેલ્થ ડિરેક્ટર જી શ્રીનિવાસ રાવે એક વિવાદીત નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે, ઈસાઈયોના એક કાર્યક્રમમાં કહ્યું કે, ભારતના લોકો જીસસના કારણે કોરોના મહામારીના પ્રકોપથી બચી ગયા છે. જી શ્રીનિવાસના જણાવ્યા અનુસાર, ઈસા મસીહાએ જ ભારતમાં કોરોના વાયરસને કંટ્રોલ કર્યો છે.
આ અધિકારી પહેલા પણ તેલંગણાના મુખ્યમંત્રી કે. ચંદ્રશેખર રાવના ચરણસ્પર્શ કરવાને લઈને વિવાદોમાં આવી ચુક્યા છે. તેલંગણાના હેલ્થ ડિરેક્ટર જી શ્રીનિવાસ રાવે એવું પણ કહ્યું છે કે, ભારતના વિકાસ પાછળ ઈસાઈ જવાબદાર છે. તેમના કારણે જ દેશ પ્રગતિ કરી રહ્યો છે.
તેમના નિવેદન પર તેલંગણા ભાજપે આકરી પ્રતિક્રિયા આપી છે. તેલંગણા ભાજપના નેતા કૃષ્ણા સાગર રાવે કહ્યું કે, આ એકદમ અસ્વિકાર્ય છે અને તેલંગણાના સ્વાસ્થ્ય ડિરેક્ટર તરીકે તેમના વ્યવસાયી ઓળખાણ પર ધાર્મિક ઓળખાણ હાવી થઈ રહી છે.
જી શ્રીનિવાસ રાવે ફક્ત એટલું જ નહીં ભારત આજે જ્યાં પણ છે, અને જે વિકાસ થયો છે, તે બધું ઈસાઈ ધર્મના કારણે થયો છે. તેઓ એવું પણ કહી રહ્યા છે કે, કોવિડ ૧૯ અને ત્યાર બાદની સ્થિતિને જીજસે સંભાળી છે. આ તેમની આસ્થા હોય શકે છે. પણ સાર્વજનિક રીતે આવું નિવેદન આપવું યોગ્ય નથી. તેઓ હેલ્થ ડિરેક્ટર શા માટે છે? તેમને રાજીનામું આપી દેવું જાેઈએ, ઈશ્વરને રક્ષા કરવા દેવી જાેઈએ.
ચીનમાં કોરોના વાયરસના વધતા કેસોએ ભારતને એલર્ટ મોડ પર લાવી દીધું છે. કેન્દ્ર સરકાર ઘરેલૂ સ્થિતિની સમીક્ષા લેવા માટે પગલા ઉઠાવામાં આવી રહ્યા છે.
કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી મનસુખ માંડવિયાએ બુધવારે દેશમાં કોવિડ-૧૯ની સ્થિતિ પર ટોચના અધિકારીઓ અને નિષ્ણાંતો સાથે બેઠકની અધ્યક્ષતા કરી હતી.
કોવિડ સમીક્ષા બેઠકમાં નિષ્ણાંતોએ કહ્યું કે, અત્યાર સુધી કોવિડ મામલાની સંખ્યામાં સમગ્ર વૃદ્ધિ નથી થઈ, પણ હાલના અને ઊભરતા સ્વરુપ પર નજર રાખવા માટે સતત દેખરેખની જરુર છે. મંત્રીએ લોકોને ભીડવાળી જગ્યા પર માસ્ક પહેરવા સહિત સંક્રમિત પ્રસારની રોકથામ સાથે જાેડાયેલા વ્યવહારનું પાલન કરવા અને રસી લગાવવા માટે કહ્યું છે.SS1MS