વિકી અને કેટરિનાએ કરી ઈકોનોમી ક્લાસમાં મુસાફરી
મુંબઈ, પોતાના શહેરની બહાર જવા માટે સેલિબ્રિટીઝ ઘણીવાર પ્રાઈવેટ જેટ કે હેલિકોપ્ટરનું બુકિંગ કરાવતા જાેવા મળે છે. એવા સમયમાં બોલિવુડના સ્ટાર કપલ વિકી કૌશલ અને કેટરિના કૈફે ઈકોનોમી ક્લાસમાં મુસાફરી કરીને સૌને ચોંકાવી દીધા હતા.
આટલા મોટા સ્ટાર હોવા છતાં વિકી અને કેટરિનાને ઈકોનોમી ક્લાસમાં મુસાફરી કરવાનો કોઈ છોછ નથી. ગત વીકએન્ડ પર વિકી કૌશલ અને કેટરિના કૈફ એરપોર્ટ પર હૂડી અને ટ્રેક પેન્ટ્સમાં જાેવા મળ્યા હતા.
વિકી અને કેટરિના ક્યાં ગયા હતા તેની માહિતી તો પ્રાપ્ત નથી થઈ પરંતુ કપલનો એક વિડીયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે. જેમાં તેઓ ઈકોનોમી ક્લાસમાં મુસાફરી કરતાં જાેવા મળ્યા હતા. ઈકોનોમી ક્લાસમાં મુસાફરી કરતી વખતે તેઓ પોતાની ઓળખ છતી ના થાય તેની તકેદારી રાખતા દેખાયા હતા.
કેટરિના અને વિકીના ફેન પેજ પર વિડીયો શેર કરવામાં આવ્યો છે. જેમાં જાેઈ શકાય છે કે, કેટરિના કૈફે બ્લેક રંગનો કો-ઓર્ડ સેટ પહેર્યો છે. તેણે માથામાં કેપ પહેરી છે અને કાળું માસ્ક પહેર્યું છે જેથી તેની ઓળખ છુપી રહે. વિડીયોમાં વિકી અને કેટરિના પોતપોતાના મોબાઈલમાં વ્યસ્ત જાેવા મળે છે. સોશિયલ મીડિયા પર આ વિડીયો વાયરલ થતાં ફેન્સ વિકી-કેટરિનાની સાદગીને વખાણી રહ્યા છે.
એક યૂઝરે લખ્યું, “ઈકોનોમી ક્લાસમાં મુસાફરી કરી રહ્યા છે? વાહ. કેટરિના કૈફ તું ખૂબ વિનમ્ર છે.” બીજા એક યૂઝરે લખ્યું, “મને લાગ્યું કે તેઓ ક્યારેય ઈકોનોમી ક્લાસમાં ટ્રાવેલ નહીં કરે.”
વળી, કેટલાક લોકોએ આ વિડીયો ઉતારનારને વખોડ્યો છે. તેમનું કહેવું છે કે, આ રીતે જાણ બહાર વિડીયો ઉતારીને આ વ્યક્તિએ કલાકારોની પ્રાઈવસીનો ભંગ કર્યો છે. જણાવી દઈએ કે, વિકી-કેટરિનાએ આ મહિને જ લગ્નની પહેલી એનિવર્સરી ઉજવી છે.
મીડિયા રિપોર્ટ પ્રમાણે, કપલ ક્રિસમસ ઉજવવા માટે કેટરિનાના પરિવાર પાસે લંડન જઈ શકે છે. વર્કફ્રંટની વાત કરીએ તો, વિકી કૌશલ હવે મેઘના ગુલઝારની ફિલ્મ ‘સેમ બહાદુર’માં જાેવા મળશે. કેટરિના પાસે ‘મેરી ક્રિસમસ’, ‘ટાઈગર ૩’, ‘જી લે ઝરા’ જેવી ફિલ્મો છે.SS1MS