Western Times News

Gujarati News

મહેસાણા જિલ્લામાં હિટ એન્ડ રનની બે ઘટના

મહેસાણા, મહેસાણા જિલ્લામાં હિટ એન્ડ રનની બે ઘટનામાં બે લોકોના કરૂણ મોત થયા છે. મહેસાણાના ઉંઝા કોડહા રોડ પર હિટ એન્ડ રનની ઘટના બની છે. જેમાં ખેતરમાં કામ કરવા જતાં ખેડૂતનું મોત થયુ છે. અજાણ્યા વાહન ચાલકે ટક્કર ખેડૂતને ટક્કર મારતાં ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયેલા ખેડૂતનું મોત થયું હતું.

અકસ્માત સર્જી વાહન ચાલક ફરાર થઈ ગયો હતો. સમગ્ર મામલે પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. બીજી ઘટના વિજાપુર હિંમતનગર હાઈવે પર કનકપુરા ગામ પાસે બની હતી. જેમાં અજાણ્યો વાહન ચાલક ૭૦ વર્ષની વૃદ્ધ મહિલાને ટકકર મારી ફરાર થયો હતો.

વાહનની ટક્કરે મહિલાનું મોત થયું હતું. વિજાપુર પોલીસે અક્સ્માતનો ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. અમદાવાદના મણિનગરમાં હોસ્પિટલમાંથી માતા-પુત્રીની લાશ મળી આવતા ખળભળાટ મચી ગયો હતો. મળતી જાણકારી અનુસાર, ભુલાભાઈ પાર્ક પાસે હોસ્પિટલમાંથી સૌથી પહેલા ૩૦ વર્ષીય પરિણીતાની લાશ ઓપરેશન થિયેટરના કબાટમાંથી મળી આવી હતી.

ત્યાર બાદ બેડ નીચેથી માતાની લાશ મળી આવતા ખળભળાટ મચી ગઇ હતી. તપાસમા જાણવા મળ્યું છે કે માતા અને દીકરી સારવાર માટે હોસ્પિટલ આવ્યા હતા. દીકરીની લાશ મળ્યા બાદ તેમની સાથે માતા ક્યાં ગયા તેની પોલીસે તપાસ કરતા માતાની પણ લાશ હોસ્પિટલમાંથી મળી આવી હતી.

પોલીસની પ્રાથમિક તપાસમાં ભારતી વાળા અને તેમની માતા ચંપા બેન હોસ્પિટલમાં સારવાર માટે આવ્યા હતા. પોલીસે હોસ્પિટલમાં કામ કરતા મનસુખ નામના યુવકની અટકાયત કરી છે. કેમ કે આ વ્યક્તિ મૃતકનો પરિચીત હતો. પોલીસની પ્રાથમિક તપાસમાં મૃતક પરિણીતા ભારતી વાળાને ડ્રગ્સનો ઓવરડોઝ અથવા કોઈ ઇન્જેક્શન આપીને મોતને ઘાટ ઉતારાઈ હોય તેવી આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.