શિક્ષણ તાલીમ વર્ગમાં ધારાસભ્ય પી.સી.બરંડાનું સન્માન કરાયું
(પ્રતિનિધિ) મોડાસા, અરવલ્લી જિલ્લા સહકારી સંઘ, મોડાસાના ઉપક્રમે મેઘરજ તાલુકાની દૂધ.ઉત્પાદક. સહકારી મંડળીઓ મંત્રીઓના છ દિવસના તાલીમ વર્ગનો પ્રારંભ થયો છે જેમાં આજરોજ ઉપસ્થિત આ વિસ્તારના નવ નિર્વાચિત ધારાસભ્ય પી.સી.બરંડાનું આ સંઘના વાઇસ ચેરમેન અને એપીએમસીના ચેરમેન ભીખાજી ડામોર દ્વારા તેમનું સન્માન કરાયું હતું.સંઘના ચેરમેન પ્રભુદાસભાઈ પટેલે તાલીમાર્થીઓને શુભેચ્છાઓ પાઠવી હતી.
આવા તાલીમ વર્ગો સહકારી સંસ્થાઓના સુચારુ વહીવટી માટે આશીર્વાદ સમાન હોવાનું પણ ધારાસભ્ય પી.સી.બરંડાએ જણાવ્યું હતું.ઉપાધ્યક્ષ ભીખાજી ડામોરે આ જિલ્લામાં આ સંસ્થા કાર્યરત કરવા અને ઝડપી સેવારત કરવા સંઘના ચેરમેન અને બોર્ડ ઓફ ડિરેક્ટર્સ દ્વારા સૌએ ઉઠાવેલ જહેમત અને સંઘની પ્રગતિ વિશે પ્રકાશ ફેંક્યો હતો.
તાલીમ વર્ગમાં તજજ્ઞ તરીકે આણંદ જિલ્લા સંઘના નિવૃત એક્ઝિક્યુટિવ ઓફિસર સુરેશભાઈ પટેલ અને સંઘના એક્ઝિટીવ ઓફીસર હરિપ્રસાદ જાેશી સહકારી કાયદાના જુદા જુદા વિષયો ઉપર મંડળીઓના મંત્રીઓને તાલીમબદ્ધ કરી રહ્યા છે. યાજ્ઞિક પટેલ દ્વારા તાલીમ વર્ગ ની સફળતા માટે કાર્ય રત છે