Western Times News

Gujarati News

નડીયાદ પશ્ચિમના ચંપા તલાવડી વિસ્તારમાં જુગાર રમતા ૧૯ જુગારીયાઓ ઝડપાયા

(પ્રતિનિધિ)નડીયાદ, પોલીસ અધિક્ષક રાજેશ ગઢીયા ખેડા – નડીયાદ નાઓએ આગામી ૩૧મી ડીસેમ્બર તેમજ નાતાલના તહેવારને અનુલક્ષીને જીલ્લામાં પ્રોહી/જુગારની બદીને નેસ્ત નાબૂદ કરવા પ્રોહી/જુગાર ડ્રાઇવનું આયોજન કરેલ જેથી ડ્રાઇવ દરમ્યાન કામગીરી કરવા પોલીસ ઇન્સપેક્ટર એ.વી.પરમાર નાઓની સુચના અને માર્ગદર્શન મુજબ આજરોજ પોલીસ સબ ઇન્સ્પેક્ટર એમ.જે.બારોટ નાઓ સાથે અ.હેઙ.કો. વિનોદકુમાર, રાજેન્દ્રકુમાર, ઋતુરાજસિંહ, અમરાભાઇ,યશપાલસિહ, શીવભદ્રસિંહ,રણજીતસિંહ, કેતનકુમાર તથા કુલદિપસિંહ એ રીતે પોલીસ માણસો નડીયાદ પશ્ચિમ પો.સ્ટે વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા દરમ્યાન જીલ્લા પંચાયત પાસે આવતા સાથેના હેઙકો.

અમરાભાઇ નાઓને મળેલ બાતમી હકિકત આધારે નડીયાદ, ચંપા તલાવડી, જાેગણી માતાના મંદિર પાછળની ગલીમાં પોતાના અંગત ફાયદા સારૂ કેટલાક ઇસમો પત્તા-પાના નો પૈસાથી હાર-જીતનો જુગાર રમી રમાડે છે. જે બાતમી હકીકત આધારે સદર જગ્યાએ રેઇડ કરતા સ્થળ ઉપરથી ૧૯ ઇસમો (૧) પ્રવિણભાઇ રમણભાઇ ઠાકોર (૨) અનવરસિંહ ઉર્ફે અનીલ પ્રભાતસિંહ મહીડા (૩) રમણભાઇ બાબુભાઇ પરમાર (૪) વસીમ મુનાવરબેગ મીરઝા (૫) વિજયકુમાર પ્રભાતસિંહ મહીડા (૬) દેશકુમાર અશોકકુમાર શાહ (૭) રાજેશભાઇ કવાભઇ દેવીપુજક (૮) વિપુલકુમાર અશોકકુમાર શાહ (૯) રાહુલ મુકુંદભાઇ ઠક્કર રહે,નડીયાદ,આણંદ, (૧૦) ઇકબાલમીર્યા કાલુમીયાં પઠાણ (૧૧) સલાઉદ્દીન કલામુદ્દીન શેખ (૧૨) પંકજકુમાર જયંતીલાલ પરમાર (૧૩) ઇમ્તીયાજહુશેન ઉર્ફે શેઠી ગુલામહુશેન મલેક (૧૪) ઐયુબખાન હૈદરખાન પઠાણ રહે, (૧૫) ભાવેશ શૈલેષભાઇ બારોટ (૧૬) પીન્ડામાર રમેશકુમાર રાણા (૧૭) દોલતભાઇ ઉર્ફે કચુકો ધનજીભાઇ મારવાડી (૧૮) હિતેશ અશોકકુમાર શાહ (૧૯) પંકજકુમાર હરેશભાઇ શર્મા વાળા મળી આવેલ જેઓની અંગ-જડતી માંથી મળી આવેલ રોકડા રૂ.૩૫૮૯૦/- તથા દાવ પરથી મળી આવેલ રોકડા રૂ.૮૫૫૦/- મળી કુલ્લે રોકડા રૂ.૪૪,૪૪૦/- તથા પત્તા-પાના નંગ-પર કિં.રૂ.૦૦/૦૦ તથા કાપડની ચાદર કિં.રૂ.૦૦/૦૦- એક તેરીયાનો ચાર્ટ બેનર કિં.રૂ.૦૦/૦૦ તથા મોબાઇલ ફોન નંગ-૧૨ કિં.રૂ.૩૩,૦૦૦/- મળી કુલ્લે રૂ.૭૭,૪૪૦/-ના જુગારના સાધનો સાથેનો કુલ મુદ્દામાલ મળેલ જે મતલબેની કાયદેસર કાર્યવાહી કરી સદર ગુનો રજી. કરવા નડીયાદ પશ્ચિમ પો.સ્ટે. ખાતે મોકલી આપવા તજવીજ કરેલ છે. તા.૨૧/૧૨/૨૦૨૨,


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.