કાળીડુંગરી હાઈસ્કૂલમાં સ્વાસ્થ્ય ચકાસણી કાર્યક્રમ યોજાયો
(પ્રતિનિધિ)ગોધરા. એસ એન કડકીયા હાઈસ્કૂલ કાળીડુંગરી મા અને ઉચ્ચતર માધ્યમિક શાળામાં આજરોજ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ભુવાલ દ્વારા સિકલ સેલ તપાસ, HB તપાસ, અને આરોગ્ય તપાસણી કાર્યક્રમ યોજાયો હતો કાર્યક્રમ માં પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ભુવાલ ના ડોક્ટર રાકેશ તડવી, ડો નાઝનીન, ડો સજાદ, તેમજ આરોગ્ય સ્ટાફ રોહિત જાેશી, કલ્પેશ પટેલ, પ્રિતેશ વરીઆ, રાજેશ પટેલ, દિનેશ પટેલ, રીશીકાબેન, વનિતાબેન ,જાેસેફ મોન્ટી, સમરતબેન, હીનાબેન, સિકલ સેલ કાઉન્સિલર નંદાબેન, રાજેન્દ્ર ભાઈ તેમજ આશા બેનો હાજર રહ્યા હતા.સિકલ સેલ કાઉન્સિલર નંદાબેન અને રાજેન્દ્ર ભાઈ દ્વારા સિકલ સેલ રોગ અંગે નું માર્ગદર્શન તેમ રોકથામ અંગેની સમજ આપવામાં આવી.. રોહિત જાેશી દ્વારા તમામ વિધાર્થીઓ નું HB અને સિકલ સેલ ની તપાસ કરવામાં આવી.
રાષ્ટ્રીય તમાકુ નિયંત્રણ પ્રોગ્રામ અંતર્ગત શૈલેષભાઈ રાઠોડ દ્વારા તમાકુ દ્વારા થતા નુકસાન અંગે માહિતી આપવામાં આવી અને કવીઝ સ્પર્ધા યોજી પ્રથમ ત્રણ વિધાર્થીઓ ને ઈનામ વિતરણ કરવામાં આવ્યું. Rbsk ટીમ દ્વારા તમામ વિધાર્થીઓ નું મેડિકલ ચેકઅપ કરવામાં આવ્યું. ડૉ નાઝનીન અને CHO દ્વારા વિદ્યાર્થીઓ ને પર્સનલ હાઈજિન હેન્ડ વોશ અને વિધાર્થીનીઓ ને માસિક સબંધી જાણકારી આપવામાં આવી શાળા ના આચાર્ય કે સી ચૌહાણ દ્વારા શાબ્દીક અને પુષ્પ ગુચ્છ દ્વારા આરોગ્ય ટીમ નું સ્વાગત કરવામાં આવ્યું. અને શાળા ના આચાર્ય એ બાળકો ને વ્યસનો થી દુર રહેવાની હાકલ કરવામાં આવી. જે બાળકો સ્વાસ્થ મા નબળા હતા તેઓ ની અલગ મીટીંગ કરી આરોગ્ય ટીમ દ્વારા યોગ્ય માર્ગદર્શન આપવામાં આવ્યું.