અંકલેશ્વર જીઆઈડીસીમાં સોલ્વન્ટના ગોડાઉનમાં ભીષણ આગ
આગની ઝપેટમાં બે કામદારો આવતા ઈજાગ્રસ્તોને સારવાર અર્થે ખસેડવામાં આવ્યા
(પ્રતિનિધિ) ભરૂચ, અંકલેશ્વર જીઆઈડીસીમાં ઈટીએલ ચોકડી નજીકના નજીક સોલ્વન્ટના ગોડાઉનમાં ભીષણ આગ લાગી હતી.સોલ્વન્ટ અત્યંત જ્વલનશીલ પદાર્થ છે.સોલ્વન્ટના મોટા જથ્થામાં આગના કારણે ચિંતા જન્મી હતી.તો બીજી બાજુ ૪ થી વધુ ફાયર ટેન્ડરો પહોંચ્યા હતા.તો આગની ઘટનામાં કંપનીના બે કામદાર દાઝી ગયા હતા.જેઓને ઈજાગ્રસ્ત હાલતમાં સારવાર અર્થે ખેસેડવામાં આવ્યા હતા.
પ્રાપ્ત માહિતી અનુસાર અંકલેશ્વર જીઆઈડીસીમાં ઈટીએલ ચોકડી નજીકના નજીક સોલ્વન્ટના ગોડાઉનમાં ભીષણ આગ લાગી હતી.સોલ્વન્ટ અત્યંત જ્વલનશીલ પદાર્થ છે. સોલ્વન્ટના મોટા જથ્થામાં આગના કારણે ચિંતા જન્મી હતી.સોલ્વન્ટના ગોડાઉનમાં ભીષણ આગ લાગતા ગણતરીની પળોમાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું.
આગના પગલે ૪ થી વધુ ફાયર ટેન્ડરો ધટના સ્થળે પહોંચ્યા હતા અને કલાકો ની ભારે જહેમત બાદ આગ ઉપર કાબુ મેળવવામાં આવ્યો હતો.તો આગની ઘટનામાં ગોડાઉનમાં કામ કરતા બે કામદારો દાઝી જતા તેમને સારવાર માટે ૧૦૮ એમ્બ્યુલન્સ દ્વારા હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જાેકે આગ ક્યાં કારણોસર લાગી હતી અને કેટલું નુકશાન છે તે દિશામાં કંપની સત્તાધીશોએ તપાસ આરંભી છે.