જનતાના પ્રશ્નોની રજુઆતો સાંભળવા મંત્રીઓ દર સોમવારે ગાંધીનગર ખાતે મળશે
જનતાના પ્રશ્નોની રજુઆતો સાંભળવા અને તેના નિરાકરણ માટે તમામ મંત્રીશ્રીઓ દર સોમવાર સવારે ૧૦:૩૦ કલાકથી સ્વર્ણિમ સંકુલ-ગાંધીનગર ખાતે મળશે
મંત્રીશ્રીઓ દર મંગળવારે સવારે ૧૦:૩૦ થી ૧૨:૩૦ સુધી સાસંદશ્રીઓ, ધારાસભ્યશ્રીઓ અને પદાધિકારીઓને મળીને સ્થાનિક રજુઆતો સાંભળશે
રાજ્યના પ્રવક્તા મંત્રી શ્રી ઋષિકેશ પટેલે મીડિયાને સંબોધતા જણાવ્યું કે, સમગ્ર મંત્રીમંડળના દ્વાર પ્રજાજનોની રજુઆતો સાંભળવા માટે દર સોમવારે ખુલ્લા રહેશે.
રાજ્યમાં દર સોમવારે ગાંધીનગરના સ્વર્ણિમ સંકુલ ૧ અને ૨ ખાતેના મંત્રીશ્રીઓના કાર્યલાય ખાતે સવારે ૧૦:૩૦ વાગ્યાથી નાગરિકોની રજુઆતો સાંભળીને ન્યાય આપવાના તમામ પ્રયત્નો હાથ ધરવામાં આવશે.
જ્યારે દર મંગળવારના રોજ સવારે ૧૦:૩૦ થી ૧૨:૩૦ કલાક સુધી સાસંદસભ્યશ્રીઓ, ધારાસભ્યશ્રીઓ, પદાધિકારીશ્રીઓ સાથે સ્થાનિક રજુઆતો સાંભળી જરૂરી કાર્યવાહી કરવા માટેની વ્યવસ્થા હાથ ધરવામાં આવશે.તદ્ઉપરાંત દર મંગળવારે બપોરે ૨:૩૦ વાગ્યેથી ધારાસભ્યશ્રીઓ, સાસંદશ્રીઓ અને પદાધિકારીશ્રીઓ પોતાના મતવિસ્તારના સ્થાનિક પ્રજાજનો સાથે રજુઆતો સંબંધિત ચર્ચા કરશે.