એલર્જી કયા કારણસર થાય છે તેની ખબર નથી? તો એલર્જી ટેસ્ટ કરાવવો જ જોઈએ!
એલર્જી પરીક્ષણોમાં સંભવિત એલર્જન, જેવા કે ફૂગ (મોલ્ડ), પાલતુ પ્રાણીનો ખોડો (ડેન્ડર), મધમાખીના ડંખ અને મગફળી કારણભૂત જોવા મળ્યા છે. તમે આ તારણોનો માર્ગદર્શિકા તરીકે ઉપયોગ કરીને તમારી એલર્જીને નિયંત્રિત કરી શકો છો.
હેલ્થકેર પ્રોફેશનલ સ્કિન-પ્રિક ટેસ્ટ વ્હીલ (ઉપસેલી ત્વચા), ફોલ્લીઓ અથવા અન્ય લક્ષણો જોઇને તમને એલર્જનથી સાવચેત કરશે. લોહીના પરીક્ષણનો ઉપયોગ કરીને IgEએન્ટિબોડીઝની તપાસ કરી શકાય છે.
ડૉ. આકાશ શાહ, ન્યુબર્ગ સુપ્રાટેક રેફરન્સ લેબોરેટરીઝના કન્સલ્ટન્ટ પેથોલોજિસ્ટ કહ્યું “એલર્જી પરીક્ષણ ચકાસણી કરે છે કે તમારું શરીર ચોક્કસ એલર્જન અથવા એલર્જીના કારણો પર કેવી પ્રતિક્રિયા આપે છે. એલર્જીથી તમારી રોગપ્રતિકારક શક્તિ વધુ પડતી પ્રતિક્રિયા આપે છે. તે ઇમ્યુનોગ્લોબ્યુલિન ઇ-ધરાવતા એન્ટિબોડીઝ (પ્રોટીન) (IgE) બનાવે છે. આ એન્ટિબોડીઝ એવા પદાર્થોને પ્રેરિત કરે છે જેના પરિણામે એલર્જીક પ્રતિક્રિયા જોવા મળે છે.”
એલર્જીનું મૂલ્યાંકન કરવા માટે કયા પરીક્ષણો ઉપલબ્ધ છે?
1. સ્કિન પ્રિક ટેસ્ટ: સ્કિન પ્રિક ટેસ્ટ, જેને ઘણીવાર પંચર અથવા સ્ક્રેચ ટેસ્ટ તરીકે ઓળખવામાં આવે છે, તે 50 સુધીના વિવિધ રસાયણોની એકસાથે, ઝડપી એલર્જીક પ્રતિક્રિયાઓ ચકાસે છે. આ પરીક્ષણનો ઉપયોગ સામાન્ય રીતે ખોરાક, પરાગરજ, ફૂગ, પાળતુ પ્રાણીનો ખોડો (ડેન્ડર) અને ધૂળની જીવાતની એલર્જીનું નિદાન કરવા માટે થાય છે.
આ પરીક્ષણ મોટાભાગે પુખ્ત વયના લોકોમાં અગ્રભૂજા (કોણીથી કાંડા સુધીના હાથ) પર કરવામાં આવે છે. બાળકોની ઉપરની પીઠની તપાસ થઈ શકે છે.
2. ઇન્ટ્રાડર્મલ ટેસ્ટ: જેની તમને એલર્જી હોઈ શકે છે એવા દરેક પદાર્થની થોડી માત્રા (એલર્જન) ઇન્ટ્રાડર્મલ ત્વચા પરીક્ષણ દરમિયાન ત્વચાની નીચે ઇન્જેક્ટ કરવામાં આવે છે. જો તમને તે એલર્જનથી એલર્જી હશે તો જ્યાં એલર્જન ઇન્જેક્ટ કરવામાં આવ્યું હતું ત્યાં તમે ગઠ્ઠો અને લાલાશ અનુભવશો. દરેક ત્વચા પરીક્ષણની પ્રતિક્રિયાને માત્ર ટૂંકા સમય (15-20 મિનિટ) પછી સોજો (વ્હીલ) અને લાલાશ જોવા માટે દેખરેખ કરવામાં આવે છે – અનેક ત્વચા પ્રતિક્રિયાઓનું પરિણામપોઝિટિવ ત્વચા પરીક્ષણ છે.
ઇન્ટ્રાડર્મલ પરીક્ષણો પ્રિક પરીક્ષણો કરતાં વધુ સંવેદનશીલ હોવાથી, પ્રિક ત્વચા પરીક્ષણ પ્રથમ આવવું જોઈએ (એટલે કે, ઓછી ખોટી નકારાત્મકતા).
3. પેચ ટેસ્ટ: તમારા હેલ્થકેર પ્રોફેશનલ તમારા હાથની ત્વચાના વિસ્તાર પણ પાટો બાંધતા પહેલા ત્વચા પર એલર્જનના થોડાં ટીપાં નાખે છે. તેના વિકલ્પમાં, તમારા ડૉક્ટર એલર્જન સાથેની પેચ (પટ્ટી) લગાવી શકે છે. તમારે તેને લગભગ 48 થી 96 કલાક સુધી લગાવેલી રાખવી જરૂરી છે
અને ફરીથી ડૉક્ટરની ઑફિસની મુલાકાત લેવાની છે. ડ્રેસિંગ દૂર કરવામાં આવે છે જેથી તમારા હેલ્થકેર પ્રોફેશનલ કોઈપણ પ્રતિક્રિયાઓ અથવા ફોલ્લીઓ માટે તમારી ત્વચાની તપાસ કરી શકે. આ પરીક્ષા સંપર્ક ત્વચાકોપના મૂળને ઓળખે છે.
શિયાળો તેમની સાથે ઘણી બધી એલર્જી લઈને આવે છે. તે ધૂળ, પરાગરજ વગેરે હોઈ શકે છે, જે નાકમાં પાણી, ઉધરસ, ત્વચા પર ફોલ્લીઓ વગેરે જેવી વિવિધ સમસ્યાઓનું કારણ બની શકે છે. ઉપલબ્ધ સંખ્યાબંધ પરીક્ષણો કઈ સામગ્રી એલર્જીક પ્રતિક્રિયાનું કારણ બને છે તે સમજવામાં અને ભવિષ્યમાં તેને ટાળવા માટે ચોક્કસપણે મદદ કરી શકે છે.
ડૉ. આકાશ શાહ, ન્યુબર્ગ સુપ્રાટેક રેફરન્સ લેબોરેટરીઝના કન્સલ્ટન્ટ પેથોલોજિસ્ટ