Western Times News

Gujarati News

ડમ્પરની પાછળ ઈકો કાર ઘૂસી જતાં બેનાં મોત, ૮ને ઈજા

અમદાવાદ, રાજકોટ – અમદાવાદ હાઈવે હવે અકસ્માત હાઈવે બનતો જઈ રહ્યો છે તેવું પ્રતિત થાય છે. છેલ્લા ઘણા સમયથી આ હાઈવે પર અકસ્માતના બનાવ બન્યા છે. હવે ગઈકાલે વધુ એક અકસ્માતનો બનાવ બન્યો હતો જેમા બે વ્યક્તિના મોત થયા હતા. આ અકસ્માત રાજકોટ – અમદાવાદ હાઈવે પર આવેલા માલીયાસણ ગામ નજીક થયો હતો જેમા એક ડમ્પર પાછળ ઈકો કાર ઘુસી ગઈ હતી અને ગોઝારો અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં ઈકો કારમાં સવારમાં બે લોકોના ઘટના સ્થળે મોત થયા છે અને અન્ય ૮ લોકોને ઈજા પહોચી છે. ઈજાગ્રસ્ત લોકોને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.

આ બનાવની વધુ વિગત મુજબ રાજકોટ અમદાવાદ પર આવેલા માલીયાસણ ગામ નજીક એક ડમ્પરની પાછળ પુરપાટ સ્પીડે આવી રહેલી ઈકો કાર ઘુસી ગઈ હતી. આ અકસ્માત એટલો ગોઝારો હતો કે ડમ્પરનો પાછળનો ભાગ બેથી ત્રણ ફૂટ સુધી ઇકો કારને ચીરીને અંદર ઘુસી ગયો હતો. આ અકસ્માતના સમાચાર કુવાડવા પોલીસને મળતા જ પોલીસની ટીમ અને ૧૦૮ની ટીમ ધટના સ્થળે પહોંચી ગઈ હતી.

અકસ્માતથી રોડ પર ચીચીયારી ગુંજી ઉઠી હતી અને અકસ્માત થતા જ રાહતદારીઓ દ્વારા ઈકો કારમાં સવાર ઈજાગ્રસ્તોને બહાર કાઢવામાં આવ્યા હતા. આ ઇજાગ્રસ્તોને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. ઈકો કારમાં ૧૦ લોકો સવાર હતા જેમા બે ના ઘટના સ્થળે જ મોત થયા હતા જ્યારે ૩ લોકોની હાલત ગંભીર છે. અકસ્માતને પગલે કુવાડવા પોલીસે આગળની તપાસ હાથ ધરી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.