ચીનમાં દરરોજ સામે આવી રહ્યાં છે ૧૦ લાખ કેસ, હજુ સ્થિતિ બનશે વધુ ગંભીર : રિસર્ચમાં દાવો
બેઇજિંગ, ચીન આ દિવસોમાં કોરોના મહામારીના ભયાનક રૂપનો સામનો કરી રહ્યો છે. આ વચ્ચે એક નવા રિસર્ચ પ્રમાણે એક દિવસમાં ૨૦ લાખથી વધુ કેસ આવી શકે છે અને ૫ હજારથી વધુ મોત થઈ શકે છે. બ્લૂમબર્ગે પોતાના રિપોર્ટમાં આ રિસર્ચના આધાર પર કહ્યું કે, બીએફ ૭ વેરિએન્ટને કારણે આગામી મહિના સુધી ૩૭ લાખ નવા કેસ આવશે અને માર્ચ સુધી આ આંકડો ૪૨ લાખ સુધી પહોંચી જશે. લંડનની એક ફર્મ એયરફિનિટી લિમિટેડે આ રિસર્ચ કર્યું છે.
ચીને જનતાના વિરોધને કારણે પોતાની ઝીરો કોવિડ પોલિસીમાં ઢીલ આપી હતી, ત્યારબાદ ત્યાં કોરોનાએ ભયાનક સ્વરૂપ ધારણ કરી લીધુ છે. અમેરિકી વૈજ્ઞાનિક એરિક ફેઝિલ ડિંગે કહ્યુ હતું કે ચીન એ પ્રકારનું વલણ અપનાવી રહ્યું છે કે જે સંક્રમિત થવા ઈચ્છે છે, તેને થવા દેવામાં આવે, જે મરવા ઈચ્છે છે તેને મરવા દેવામાં આવે. રિસર્ચમાં કહેવામાં આવ્યું છે કે ચીનમાં કોરોનાની પ્રથમ લહેર મધ્ય જાન્યુઆરી સુધી ચાલશે અને ત્યારબાદ બીજી અને ત્રીજી લહેર મધ્ય માર્ચથી લઈને એક મહિના સુધી ચાલશે.
ચીનથી ભયાનક તસવીરો અને વીડિયો સામે આવી રહ્યાં છે પરંતુ જિનપિંગ સરકાર આંકડા છુપાવી રહી છે. આજે સવારે ચીન તરફથી કહેવામાં આવ્યું કે કોરોનાના ત્રણ હજાર નવા કેસ સામે આવ્યા છે. કોઈનું મૃત્યુ થયું નથી. પરંતુ ચીનના જુઠ્ઠાણા છુપાઈ શકતા નથી. ચીનથી એવા વીડિયો સામે આવી રહ્યાં છે જેમાં જાેઈ શકાય છે કે સ્મશાન અને હોસ્પિટલોમાં જગ્યા નથી. ચીને પોતાના માસ ટેસ્ટિંગ સેન્ટર બંધ કરી દીધા છે અને નવા કેસોને પોતાની ટેલીમાં સામેલ કરવાના બંધ કરી દીધા છે.
હવે લોકોને રેપિડ ટેસ્ટ પર વિશ્વાસ રહ્યો નથી. ચીનની હેલ્થ એજન્સીઓએ મોતના આંકડા છુવાપીને રાખ્યા છે. જાે ચીન ડેટા જણાવે તો પણ ત્યાંની વાસ્તવિક સ્થિતિનો અંદાજ લગાવવો મુશ્કેલ હશે કારણ કે ઘણા લોકો હોસ્પિટલ પહોંચી શકતા નથી અને ટેસ્ટ થઈ રહ્યાં નથી. મીડિયા સતત ચીનની ખરાબ સ્થિતિ પર ચર્ચા કરી રહ્યું છે. તે પણ જાેવા મળ્યું છે કે ચીનની વ્યવસ્થા મહામારી સામે ફેલ થઈ ગઈ છે.
મેડિકલ સ્ટોરમાં દવાઓ નથી તેથી લોકો દવા વગર પરત ફરી રહ્યાં છે. લોકોએ પ્રાકૃતિક સંસાધનો પર ર્નિભર રહેવાનો વારો આવ્યો છે. તેવામાં વિટામિન સીવાળા ફળોનું વેચાણ વધી ગયું છે. નોંધનીય છે કે ભારતમાં પણ આ સ્થિતિને લઈને ચિંતા છે. ભારતમાં પણ બીએફ ૭ના ત્રણ કેસ સામે આવ્યા છે. સરકારનું કહેવું છે કે તે દર્દીઓ સાજા થઈ ગયા છે.