સિનિયર ખેલાડીએ તેના કપડા અને વાસણ ધોવડાવ્યા હતાં : અકરમ
ઇસ્લામાબાદ, ક્રિકેટ જગતમાં અત્યાર સુધીના સૌથી ફાસ્ટ બોલરમાં પાકિસ્તાની ક્રિકેટર વસીમ અકરમનો સમાવેશ થાય છે. પાકિસ્તાનના ભૂતપૂર્વ કેપ્ટન વસીમ અકરમની તાજેતરમાં આત્મકથા “સુલ્તાન એ મેમોયર” રિલીઝ થઈ છે, જેમાં ટીમમાં નવા ક્રિકેટરોના સમાવેશ માટે લાગવગથી લઈને તે ટીમમાં નવો હતો ત્યારે તેની પાસેથી સિનિયર ખેલાડીએ તેના કપડા અને વાસણ ધોવડાવ્યા હોવાનો ચોંકાવનારો ઉલ્લેખ કર્યો છે.
પાકિસ્તાની ટીમમાં જગ્યા બનાવવા માટે મોટા લોકોની લાગવગ આવશ્યક હોવાની ચોંકાવનારી વાત વાસીમે પોતાની આત્મકથામાં કહી છે. ૧૯૮૪માં પોતાની આંતરરાષ્ટ્રીય કરિયરનો આરંભ કરનારો વસીમ ઝડપી બોલર ગણાય છે અને માસ્ટર બ્લાસ્ટ ક્રિકેટર સચિન તેંડુલકર પણ તેના વખાણ કરી ચૂક્યો છે. ડાબા હાથે ફાસ્ટ બોલિંગ કરનારો વાસીમ અકરમ ૧૦૪ ટેસ્ટ અને ૩૫૭ આંતરાષ્ટ્રીય મેચ રમી ચૂક્યો છે. તેની ગણતરી સર્વશ્રેષ્ઠ ખેલાડીઓમાં થતી રહી છે.
પરંતુ મેચ ફિક્સિંગના આરોપથી તેને બહુ નુકસાન થયું હતું.પોતાની આત્મકથામાં વસીમે નાનપણમાં માતા-પિતાના છૂટ્ટા પડવાથી લઈને મોસાળમાં ગરીબીને કારણે અનેક દિવસો ભૂખ્યા રહેતા હોવા જેવી અંગત વાતોનો પણ ઉલ્લેખ કર્યો છે. આત્મકથામાં તેને ભૂતપૂર્વ કેપ્ટન ઈમરાન ખાનના વખાણ કર્યા છે અને તેની પાસેથી ધણું શીખવા મળ્યું હોવાનું પણ તેણે લખ્યું છે.
વસીમની આત્મકથાએ જાેકે વિવાદ પણ ઊભો કર્યો છે, કારણકે તેણે અનેક ક્રિકેટરોને લગતી વાતો લખી છે, સલીલ મલિક જે મિડલ ઓર્ડર બેટ્સમેન હતો, તેણે વસીમના જૂનિયર હોવાનો ફાયદો ઉઠાવીને તેને નોકરની માફક ટ્રીટ કરતો હતો અને તેની પાસેથી મસાજ કરાવવાથી લઈને તેના કપડાં ધોવડાવવાથી લઈને બૂટ સાફ કરાવ્યો હોવાનું વસીમે પોતાની આત્મકથામાં લખ્યું છે. જાેકે તેની સામે સલીમ મલિકે કહ્યું હતું કે તેઓ જે પણ હોટલમાં રહેતા હતા ત્યાં લોન્ડ્રી માટે વોશિંગ મશીન રહેતા હતા.