Western Times News

Gujarati News

સોમનાથ દાદાને ચડાવતા પીતાંબર, ધજા ભકતો હવે ઓનલાઈન પ્રાપ્ત કરી શકશે

સોમનાથ, જયોતિલીગ સોમનાથ મંદીર ટ્રસ્ટ દ્વારા ઓનલાઈન વસ્ત્ર પ્રસાદ સેવા શરૂ કરવામાં આવી છે. જેમાં દેશ-વિદેશમાં વસતા શીવ ભકતો ઘરબેઠા સોમનાથ મંદીરમાં મહાદેવ અને પાર્વતી માતાજીને ચડાવતા વસ્ત્રો સાડી અને ધ્વજા પ્રસાદીરૂપે ઓનલાઈન મંગાવી શકશે. આ સેવાની શરૂઆત કરવા ઘણા સમયથી શીવ ભકતો લાગણી દર્શાવી રહયા હતા.

આ સેવા અંગે માહિતી આપતા સોમનાથ ટ્રસ્ટના જીએમ વિજયસિંહ ચાવડાએ જણાવેલ કે, શિવ ભકતોને સોમનાથ મહાદેવની નિકટતાનો અતુલ્ય અનુભવ કરાવવા માટે સોમનાથ ટ્રસ્ટ દ્વારા ઓનલાઈન વસ્ત્ર પ્રસાદ સેવાનો પ્રારંભ કરવામાં આવ્યો છે. ટ્રસ્ટના સચિવ યોગેન્દ્ર દેસાઈ તથા કોલકત્તાના આધશકિત પીઠના મહંત સ્વામી સંતાનદ પુરીજી મહારાજમાં કરકમોલી માસિક શિવરાત્રીના પાવન દિને ઓનલાઈન સેવાનો શુભારંભ કરાયો હતો.

વધુમાં ચાવડાએઅ જણાવેલ કે, પ્રથમ જયોતિલીગ સોમનાથ મહાદેવને શ્રૃંગાર કરાયેલા ધોતી, પીતાંબર અને માતા પાર્વતીજીને અર્પણ કરાયેલ સાડી તથા સોમનાથ મંદીર પર ચઢાવાયેલ ધ્વજાને પ્રસાદી સ્વરૂપે મેળવવા માટે ભાવિકોએ સોમનાથ ટ્રસ્ટની ઓફીશીયલ વેબસાઈટ ઉપર રજીસ્ટ્રેશન કરાવીઓર્ડર કરી શકશે. જેના આધારે તેમને પ્રસાદીરૂપે વસ્ત્રો અને ધ્વજા ટ્રસ્ટ દ્વારા મોકલવામાં આવશે.

વધુમાં શાસ્ત્રો અને પુરાણો શિવાજીને કલ્યાણકારી કહે છે કે ત્યારે ચંદ્રને શાંતિ આપનાર સોમનાથ જયોતિલીગને અર્પણ કરાયેલા વસ્ત્રો ધામિર્ક અને આધ્યાત્મિક મહત્વ ધરાવે છે. ભકત આ વસ્ત્રો પુજાકાર્યો, શુભ અવસરોર પર પહેરીને શિવત્વનો અલૌકીક અનુભવ મેળવતા હોય છે. ભકતો દ્વારા છેલ્લા ઘણા સમયથી મંદીર ટ્રસ્ટ પાસે આ સેવાનો લાભ આપવા અનુરોધ કરતા હતા. ત્યારે હવે દેશ-વિદેશમાં વસતા શિવભકતો ઘરબેઠા સોમનાથ મહાદેવના જયોતિલીગને સ્પર્શ કરેલા અને શ્રૃંગારમાં ઉપયોગમાં લેવાયેલા વસ્ત્રો પ્રસાદ સ્વરૂપે ઓર્ડર કરી શકશે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.