Western Times News

Gujarati News

સંજેલી સ્માર્ટ પોલીસ મથકના એએસઆઇ અગિયાર હજારની લાંચ લેતા એસીબીના સકંજામાં ઝડપાયો

(પ્રતિનિધિ )સંજેલી, દાહોદ જિલ્લાના સંજેલી તાલુકા મથકે આવેલા સ્માર્ટ પોલીસ મથકના નેનકી ર્p ફરજ બજાવતા ટ્ઠજૈ રમણભાઈ સામજીભાઇ મુનિયા એ દારૂનો ખોટો કેસ ઉભો કરી ફરિયાદી પાસેથી અવાર નવાર હેરાન પરેશાન કરી ૧૧૦૦૦ રૂપિયાની માંગણી કરતા ફરીયાદીએ એસીબીમાં જાણ કરતાં ટ્ઠષ્ઠહ્વ ૧૧૦૦૦ હજારની સાથે રંગે હાથ ઝડપી પાડતાં સંજેલી પોલીસ મથકમાં સન્નાટો છવાઇ ગયો હતો.

દાહોદ જિલ્લાનું પ્રથમ એવું સ્માર્ટ પોલીસ મથક સંજેલી ખાતે એએસઆઇ તરીકે ફરજ બજાવતા રમણભાઇ સામજીભાઇ મુનિયા રહેવાસી ગરાડુ પોતાની ઓપી વિસ્તારમાં રહેતા ફરિયાદી ના ઘરમાં તારીખ ૭/૬/૧૯ ના રોજ ઘરમાં ઘૂસી ઘરની તલાશી કરતાં વાંધાજનક વસ્તુ કે એક પણ દારૂની બોટલ મળી ન હતી તેમ છતાં સત્તાની નશામાં ડૂબેલા ટ્ઠજૈ સત્તાનો દૂર ઉપયોગ કરી તારા વિરૂદ્ધમાં દારૂ વેચવાની અરજીઓ આવેલી હોય તારી ઉપર કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે તેવી ધાકધમકીઓ આપી ધમકાવી ફરિયાદી પાસેથી અગિયાર હજાર રૂપિયાની લાંચની માંગણી કરતા નેનકી ઓપીના જમાદાર ખોટી રીતે કેસ ઉભો કરી હેરાન પરેશાન કરતાં કંટાળેલા ફરિયાદીએ એસીબીનો સંપર્ક સાંધી તારીખ ૧૮ ને બુધવારના રોજ સંજેલી હાટ બજાર પાસે અગિયાર હજારની લાંચ સાથે દાહોદ એસીબી એ કે વાઘેલા સ્ટાફ અને મદદનિસ નિયામક વડોદરાના એકમના સુપરવિઝન પી એમ પરમારના સુપરવિઝન હેઠળ સંજેલી તાલુકાના નેનકી ઓપીના એએસઆઇ તરીકે ફરજ બજાવતા જમાદારને ૧૧૦૦૦ હજારની લાચ સાથે ઝડપી પાડતા સંજેલી પોલીસ મથકમાં સન્નાટો છવાઈ ગયો હતો અને કેટલાક કર્મચારીઓ મોબાઇલ સ્વીચ ઓફ કરી દીધા હતા.

સંજેલી તાલુકા મથકે બુટલેગરો બેફામ બન્યા છે ત્યારે ત્યારે ખુલ્લેઆમ મોટા માથાઓ દ્વારા જથ્થાબંધ દારૂના વેચાણ કરનારાઓને છાવરી ને નાના નાના દારૂ વેચવા વાળાઓને અને દારૂ પીધેલાઓને તેમજ ગેરકાયદેસર ખોટા દારૂના કેસો ઊભા કરી પોલીસ પકડી લાવી પોતાનો ટાર્ગેટ પૂરો કરવામાં આવી રહ્યો છે ત્યારે સ્માર્ટ પોલીસ મથકમાં અગાઉ નોંધાયેલા ચોરી હત્યાના ગુનાઓ તેમજ નાના મોટા ઝઘડાઓ અને અરજીઓનો નિકાલ હજી સુધી પેન્ડિંગ છે જે તંત્ર દ્વારા યોગ્ય તપાસ કરવામાં આવે અને ખોટા કેસો કરવાનું બંધ કરવામાં આવે તેમજ લોકોને પોલીસ મથકના ધક્કા ખવડાવવાનું બંધ કરાવવા મા સ્માર્ટ પોલીસ મથકે આવતા તાલુકાની પ્રજા માટે બેસવાની પીવા માટે પાણીની જેવી પ્રાથમિક સુવિધાઓનો અભાવ નોંધાયેલી ફરિયાદો અને અરજીઓનો યોગ્ય તપાસ કરે તેમજ ખોટા કેસો કરનારાઓ પર યોગ્ય તપાસ કરવામાં આવે તેવી જિલ્લા અધિકારી યોગ્ય તપાસ કરવામાં આવે તેવી તાલુકાની પ્રજાની માંગ છે.*


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.