શેઠ કે.ટી. હાઇસ્કુલ ખેડબ્રહ્મામાં ગણિત વિજ્ઞાન પ્રદર્શન ૨૦૨૨ યોજાયું
(પ્રતિનિધિ) ખેડબ્રહ્મા, જીસીઈઆરટી ગાંધીનગર પ્રેરિત જિલ્લા શિક્ષણ તાલીમ ભવન ઇડર, જિલ્લા શિક્ષણ અધિકારીની કચેરી હિંમતનગર અને તક્ષશિલા શાળા વિકાસ સંકુલ ખેડબ્રહ્માના સંયુક્ત ઉપક્રમે ગણિત વિજ્ઞાન પ્રદર્શન -૨૦૨૨ શેઠ કેટી હાઈસ્કૂલ ખેડબ્રહ્મામાં તારીખ ૨૩- ૧૨- ૨૨ ના રોજ સમારંભના અધ્યક્ષ એચ.ડી. પટેલ (બોર્ડ સદસ્ય), કેળવણી મંડળના પ્રમુખશ્રી, તમામ હોદ્દેદારશ્રીઓ તેમજ ગણિત વિજ્ઞાનના શિક્ષક મિત્રો તથા બાળ વૈજ્ઞાનિકો નિર્ણાયકશ્રીઓએ હાજર રહીને ગણિત વિજ્ઞાન પ્રદર્શન ખુલ્લું મૂક્યું હતું. તેમજ બાળ વૈજ્ઞાનિકોને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા.
શેઠ કે.ટી. હાઇસ્કૂલના વિદ્યાર્થીઓએ તથા આજુબાજુની વિવિધ સ્કૂલોના વિદ્યાર્થીઓએ ગણિત વિજ્ઞાન પ્રદર્શન નિહાળયુ હતું. નિર્ણાયક મિત્રોએ તમામ કૃતિઓને નિહાળીને શ્રેષ્ઠ કૃતિઓને પસંદ કરી તમામ બાળ વૈજ્ઞાનિકોનું શાખાના આચાર્યશ્રી વિભાષભાઈ બી. રાવલ તથા સુપરવાઇઝર શ્રી પી.જી. પટેલ તથા આર. એ. ચૌહાણ સાહેબે માર્ગદર્શન પૂરું પાડયું હતું. શ્રેષ્ઠ કૃતિઓ પસંદ કરી જિલ્લા કક્ષાએ મોકલવામાં આવી હતી. કૃતિમાં ભાગ લેનાર ની સંખ્યા ૫૧ હતી.