ભરૂચ જીલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં અસલી કિન્નરોની રોજગારી ઉપર તરાપ મારતા નકલી કિન્નરોનો પર્દાફાશ
કરમાડ ગામેથી ઝડપાયેલા નકલી કિન્નર અને તેના સાગરીતને ભરૂચ લાવી તેના પરિવારને અખાડા ઉપર બોલાવી માફીપત્ર લખાવી છોડાયા
(પ્રતિનિધિ) ભરૂચ, ભરૂચ જીલ્લામાં રોજગારી માટે પણ હવે અવનવા કરતબો લોકો અજમાવી રહ્યા છે.ત્યારે ભરૂચ જીલ્લાના ગ્રામ્ય વિસ્તારમાં નકલી કિન્નર રૂપિયાની ઉઘરાણી કરતા હોવાની ફરિયાદોના પગલે સાચા કિન્નરોએ નકલી કિનારોને પાઠ ભણાવવા માટે નકલી કિન્નરોને રંગે હાથ ઝડપી મેથીપાક ચખાડવા સાથે પોલીસના હવાલે કરવાની કવાયત હાથધરી હતી.
રોજગારી માટે નકલી કિન્નર બનતા હોવાનો પર્દાફાશ થયો છે.બેરોજગારી વિના રોજગારી માટે લોકો અવનવા કરતબો અજમાવતા હોવાના ચોંકાવનારા અહેવાલો ભરૂચથી સામે આવ્યા છે.જેમાં નક્લી કિન્નર બની રૂપિયાની ઉધરણી કરતા વૃદ્ધ અને તેના સાગરીત ને ઝડપી પાડવામાં આવ્યા હતા.
ભરૂચ જીલ્લાના દહેજ પંથકમાં વસતા કેટલાય પરપ્રાંતીઓ રોજગારી ન મળતી હોવાના કારણે રોજગારી મેળવવા અવનવા રસ્તા અપનાવતા હોય છે અને તે છે નકલી કિન્નરનો દહેજ પંથકના જાેલવા ગામ નજીક થોડા દિવસો અગાઉ કેટલાક પરપ્રાંતીય યુવાનો સ્ત્રીના વેશમાં નકલી કિન્નર બનીને રૂપિયાની ઉઘરાણી કરતા હોવાની ફરિયાદો મળી હતી.જેના કારણે ભરૂચના અખાડામાં વસતા સાચા કિન્નરો પહોંચી રિક્ષામાં આવતા નકલી કિન્નરોનો પર્દાફાશ કર્યો હતો અને નકલી કિન્નર બનીને રૂપિયાની ઉઘરાણી કરનારા પરપ્રાંતીય યુવકને નગ્ન કર્યો હતો અને નકલી કિન્નર અસલી કિન્નરોના સકંજા માંથી પોતાનો જીવ બચાવી ભાગવામાં સફળ રહ્યો હતો પરંતુ નગ્ન કરી દેતા તે નગ્ન અવસ્થામાં જ ભાગ્યો હોવાના વિડીયો સામે આવ્યા છે.
તો બીજી તરફ ભરૂચ તાલુકાના કરમાડ ગામે નકલી કિન્નર અને તેનો સાગરીત રૂપિયાની ઉઘરાણી કરવા નીકળ્યા હોવાની માહિતી ભરૂચના અખાડામાં વસતા સાચા કિન્નરોને થતા તેઓ સ્થળ ઉપર પહોંચી ગયા હતા અને કરમાડ ગામના વિવિધ વિસ્તારોમાં રમીલા ઉર્ફે રમણ વાઘેલા નકલી કિન્નર તથા તેનો એક સાગરિત વિપુલ વસાવા રૂપિયાની ઉઘરાણી કરી રહ્યા હતા અને તે દરમ્યાન જ તેમને ઝડપી લેવામાં આવ્યા હતા અને તેમની પાસેથી સ્ત્રી બનવાની સમગ્ર સાહિત્ય મળ્યા હતા અને રોકડા રૂપિયા પણ મળી આવ્યા હતા.સ્ત્રીના વેશમાં રહેલા નકલી કિન્નરને ઝડપી પાડ્યા બાદ નકલી કિન્નર અંદાજિત ૬૫ વર્ષથી વધુ ઉંમર ધરાવતો વૃદ્ધ હોવાના કારણે તેને સ્વૈચ્છિક સાચા કિનારોએ રિક્ષામાં બેસાડી ભરૂચ લાવી કેમ નકલી કિન્નર બનીને રૂપિયા ઉઘરાવે છે તે બાબતે તપાસના પાસા ચકાસ્યા હતા.
જેમાં તે ઉંમર લાયક વૃદ્ધ હોય અને તેની પાસે કોઈ રોજગારી ન હોવાના કારણે પેટીયુ રડવા માટે નકલી કિન્નર બની રૂપિયા ઉઘરાવતો હોવાનો પર્દાફાશ કર્યો હતો. ઝડપાયેલા નકલી કિન્નર અને તેના સાગરિતના પરિવારોને અસલી કિન્નરોએ તેઓના વેજલપુર સ્થિત આવેલા અખાડે બોલાવી ઠપકો આપ્યો હતો અને નકલી કિન્નર બનેલા રમીલા ઉર્ફે રમણને ઉંમર લાયક હોવાના કારણે અસલી કિન્નરોએ તેઓ ઉપર દયા રાખી માફી પત્ર લખાવ્યું હતું સાથે તેના સાગરીત પાસે પણ માફી પત્ર લખાવી તેઓને માફ કર્યા હતા.