ઠાસરાનાં ધારાસભ્ય પોતાનો પગાર ગરીબ કન્યાઓનાં લગ્ન માટે વાપરશે
(પ્રતિનિધિ) ડાકોર, ખેડા જિલ્લામાં વિધાનસભામાં સમાવિષ્ટ તમામ બેઠકો ઉપર સૌથી જંગી લીડ સાથે ભવ્ય જીત મેળવનાર ઠાસરાના યુવા ધારાસભ્ય યોગેન્દ્રસિંહ રામસિંહ પરમારે ઉદારતા દાખવીને પોતાને ધારાસભ્ય તરીકે મળનાર પગારની રકમ ઠાસરા વિધાનસભા વિસ્તારની ગરીબ કન્યાઓના લગ્નમાં વાપરવાનું જાહેર કર્યું હતું.
ઠાસરાના ધારાસભ્ય યોગેન્દ્રસિંહ પરમાર છેલ્લા ઘણા વર્ષોથી સામાજિક સેવાઓ તેમજ જરૂરિયાતમંદોને સહાય કરવાનું ભગીરથ કાર્ય કરતા આવ્યા છે. સામાજિક સેવામાં અગ્રેસર રહેતા યુવા ધારાસભ્ય પોતાને વિધાનસભામાંથી મળતો પગાર પણ ગરીબ કન્યાઓના લગ્ન પાછળ વાપરવાનું નક્કી કરીને સેવાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડયું છે.