કનેક્ટ વુમન ગ્રુપ દ્વારા માયરા ફેશન વેડિંગ એક્ઝિબિશનનું આયોજન
અમદાવાદ, લગ્નની સીઝન આવતાજ દરેક પ્રસંગો અનુસાર લોકો ખરીદી કરતા હોય છે. આજકાલના ટ્રેન્ડ મુજબ લગ્ન દરમિયાન જેટલી પણ રસમ કરવામાં આવે તેટલા વિવિધ પેહરવેસ પહેરવામાં આવતા હોય છે. Myraa Fashion Exhibition
ફેશન અને ટ્રેન્ડ સાથે લગ્નને વધુ સુંદર બનાવવા માટે માયરા ફેશન વેડિંગ એક્ઝિબિશનનું આયોજન તા. ૨૩ ડિસેમ્બર થી તા. ૨૫ ડિસેમ્બર સિન્ધુભવન હોલ ખાતે કરવામાં આવ્યું છે.
જેમાં સમગ્ર ભારત માંથી ડિઝાઈનર પોતાના અવનવા સ્ટાઇલ સાથે કલેકશન રજુ કરશે. આ એક્ઝિબિશનના ઉદ્ધઘાટન દરમિયાન કેબિનેટ મિનિસ્ટર શ્રીમતી ભાનુબેન બાબરીયા તેમજ ઇન્ડસ્ટ્રીના મહાનુભાવો ઉપસ્થિતઃ રહ્યા હતા.
આ ત્રિદિવસીય એક્ઝિબિશનમાં અવનવા ડિઝાઇન અને ખુબજ સુંદર ફેશન કલોથસ, જ્વેલરી, હોમ ડેકોર, સેલ્ફકેર પ્રોડક્ટ અને ફૂટવેરની અવનવી ડિઝાઇન જોવા મળશે. આ એક્ઝિબિશનમાં ભારતભરમાંથી ૮૦ જેટલા એક્ઝિબિટર જોડાયેલ છે. આ સાથે રાજકોટ, મુંબઈ, જામનગર અને જયપુરથી પણ ઉદ્યોગસાહસિકો ઉપસ્થિતઃ રહેશે.
આ એક્ઝિબિશન વિશે વાત કરતા કનેક્ટ ગ્રુપના નાઇકા અગ્રવાલ દ્વારા જણાવામાં આવ્યુ હતું કે, કનેક્ટ એ એક મહિલાનું નેટવર્કિંગ જૂથ છે જે ઉત્સાહી અને સાહસિક મહિલાઓ દ્વારા આ ખૂબ જ આગળ વધ્યું છે. જે હાલમાં સમગ્ર ભારતમાં ફેલાયેલ છે,
આ જૂથ વિવિધ ક્ષેત્રની કુશળતાના મહિલાઓને એક સામાન્ય મંચ પર લાવે છે અને વ્યવસાયની તકો પૂરી પાડીને તેઓને એક બીજાને સશક્ત બનાવવા માટે સુવિધા આપે છે. હાલમાં, હમારા ગ્રૂપમાં ૫૦૦ થી વધુ મહિલા ઉદ્યમીઓ છે. આ રીતે સ્મોલ અને મીડીયમ સ્કેલ ના ઇવેન્ટસ દ્વારા હમે દરેક લોકોને આગળ વધારવા માંગીયે છીએ.