Western Times News

Gujarati News

હની સિંહે કહ્યું કે લાગ્યું કે મારા મગજમાં કોઈપણ સમસ્યા છે

મુંબઈ, પ્રસિદ્ધ ગાયક હની સિંહને બધા ઓળખ જ છે. લોકોના દિલમાં રાજ કરના હની સિંહ છેલ્લા ઘણાં સમયથી માનસિક બીમારી પીડાઈ રહ્યા હતા.સિંગરના અચાનક ગાયબ થઈ જતા તેમના ફેન્સ ચિંતિત હતા.

જાેકે હાલમાં જ હની સિંહે પોતાના ચાહકોના મનમાં ઉઠતા પ્રશ્નનોનો ઉત્તર આપ્યો છે. હની સિંહે જણાવ્યું કે તેઓ બાઈપોલર ડિસઓર્ડથી પીડીત હતા.

એક સમય હતો જ્યારે સંગીતની દુનિયામાં રેપર અને સિંગર હની સિંહની બોલબાલા હતી. ‘બ્રાઉન રંગ’, ‘દેશી કલાકાર’ અને ‘બ્લુ આઈઝ’ જેવા ડઝનબંધ બ્લોકબસ્ટર ગીતો આપીને હની સિંહ સ્ટારડમ સુધી પહોંચ્યો હતો.

પરંતુ આ સ્ટારડમે વધુ ખરાબ વળાંક લીધો જ્યારે હની સિંહને બાયપોલર ડિસઓર્ડર હોવાનું નિદાન થયું અને તેના કારણે તે ઘણા વર્ષોથી હતાશ હતો. આ બીમારીને કારણે હની સિંહ માત્ર સંગીતની દુનિયાથી જ દૂર નથી રહ્યો પરંતુ દવાઓના કારણે તેનું વજન પણ ઘણું વધી ગયું હતું. પરંતુ હની સિંહે હિંમત હારી નહીં અને તમામ મુશ્કેલીઓને પાર કરીને ફરી એકવાર પોતાની જાતને ઉભી કરી છે.

તેમણે આ વિશે વધુમાં જણાવતા કહ્યું કે ,તેઓ બાયપોલર ડિસઓર્ડરનો શિકાર હતા અને તેના કારણે તે ઘણા વર્ષો સુધી ડિપ્રેશનમાં રહ્યા હતા. આ બીમારીને કારણે હની સિંહ માત્ર સંગીતની દુનિયાથી જ દૂર નથી રહ્યો પરંતુ દવાઓના કારણે તેનું વજન પણ ઘણું વધી ગયું હતું. પરંતુ હની સિંહે હિંમત હારી નહીં અને તમામ મુશ્કેલીઓને પાર કરીને ફરી એકવાર પોતાની જાતને ઉભી કરી છે.હની સિંહ હવે સાજા થઇ ગયા છે અને પોતાના પ્રોજેક્ટ્‌સમાં વ્યસ્ત છે.
હાલમાં જ હની સિંહે એક ઈન્ટરવ્યુમાંપોતાની બીમારી અને માનસિક સ્વાસ્થ્ય વિશે વાત કરી હતી. હની સિંહે તે વિશે પણ વાત કરી કે તેમને ક્યારે અને કેવી રીતે ખબર પડી કે તેને બાયપોલર ડિસઓર્ડર છે. હની સિંહને ૨૦૧૪માં બાયપોલર ડિસઓર્ડર હોવાનું જાણવા મળ્યું હતું. ત્યારપછી હની સિંહ અચાનક લોકોની નજરથી દૂર થઈ ગયો અને તેના ગીતો પણ આવવાના બંધ થઈ ગયા.

ત્યારબાદ હની સિંહે કહ્યું કે તેને ગંભીર માનસિક બીમારી છે. તે સમયે તેણે વધુ પ્રમાણમાં દારૂ પીવાનું પણ શરૂ કરી દીધું હતું, જેના કારણે સ્થિતિ વધુ ખરાબ થઈ હતી.

હની સિંહે એક ઈન્ટરવ્યુમાં કહ્યું કે, ‘જ્યારે હું બીમાર પડ્યો ત્યારે જીવનમાં ઘણું બધું ચાલી રહ્યું હતું. શાહરૂખ ખાન સાથે મારો જીન્છસ્ ટૂર પણ હતો.હું સ્ટાર પ્લસના એક પ્રોજેક્ટ પર પણ કામ કરી રહ્યો હતો. મેં આ પ્રોજેક્ટ ડિઝાઇન કરવા માટે એક વર્ષ કામ કર્યું.

જ્યારે શો શરૂ થયો ત્યારે ઘણું કામ હતું. હું પંજાબી ફિલ્મ પણ કરી રહ્યો હતો. જીવનમાં ઘણી બધી વસ્તુઓ બની રહી હતી. જ્યારે હું રો સ્ટારના સેટ પર બાઈપોલર ડિસઓર્ડર અને સાઈકોટિક લક્ષણોથી ઝઝૂમી રહ્યો હતો અને મને ખબર ન હતી કે મને આ પ્રકારની કોઈ બીમારી છે. ત્યારે મેં કહ્યું કઈ તકલીફ છે મારા મગજમાં, કઈ થઈ ગયું છે. મને તેને ઠીક કરવું છે.

હની સિંહે પોતાની વાતને આગળ વધારતા કહ્યું કે મારા પરિવારને મને ઘણું બધુ કહ્યું પરંતુ મને તેને કહી દીધી હતું, મારે કઈ નથી કરવું, મારે તેને ઠીક કરવું છે. મને પાંચ વર્ષ લાગી ગયાં અને હું સાજાે થઈ ગયો. હું સાજાે થયા બાદ મ્યૂઝિક બનાવવા પર કામ કરવા ઈચ્છતો હતો.

મેં મારી માતા ને કહ્યું હું કઈ કરવામાં અસક્ષમ છું. તેમણે મને કહ્યું, તારે મ્યૂઝિક પ્રોડ્યૂસર તરીકે શરૂઆત કરવી હતી ,બીટ્‌સ લખવાનું શરૂ કરોપ મારા ગીત હીટ થઈ ગયાં મે પાછું કમબેક કરી રહ્યો હતો, પરંતુ મને કમબેક દરમિયાન અસફળતાનો સામનો કરવો પડ્યો હતો.

પોતાની કમબેકમાં મળેલી અસફળતાની વાતને યાદ કરતા હની સિંહે બોલ્યાં, હું જાડો હતો, લોકોએ કહ્યું આ તે લુક નથી. મારા ગીતો હીટ થઈ રહ્યાં હતાં પરંતુ મને સ્વીકાર ન હતાં કરી રહ્યાં.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.