બોર્ડના રિપીટર વિદ્યાર્થીઓને ૧૦૦ કી.મી.દુર કેન્દ્ર ફાળવવા મુદ્દેે આક્રોશ
વાલી મંડળ દ્વારા બોર્ડના પરીક્ષા સચિવને પત્ર લખી પરીક્ષા કેન્દ્ર માટે રજુઆત કરી
(એજન્સી) અમદાવાદ, શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ ૧૦ અને ધોરણ ૧ર ના વિદ્યાર્થીઓની પરીક્ષા જીલ્લા મથકે લેવામાં આવતી હોવાના મુદ્દે વાલી મંડળ દ્વારા રજુઆત કરવામાં આવી છે. જેેમાં વાલી મંડળે બોર્ડના પરીક્ષા સચિવને પત્ર લખીને રીપીટર વિદ્યાર્થીઓને ૧૦૦ કી.મી. દૂર પરીક્ષા કેન્દ્ર ફાળવવામાં આવતા હોઈ વિદ્યાર્થીઓ પરીક્ષા આપવા માટેેે જતાં ન હોવાનું જણાવી તાલુકા મથકે પરીક્ષા કેન્દ્ર ફાળવવામાં આવે તે માટે માંગણી કરી છે.
આગામી માર્ચ ર૦ર૩માં : ધોરણ ૧૦ અને ધોરણ ૧ર ના ખાનગી, નિયમિત અને ખાનગી રીપીટરના વિદ્યાર્થીઓને શિક્ષણ બોર્ડ દ્વારા જીલ્લા મથકે બેઠક વ્યવસ્થા ગોઠવવામાં આવે છે. તેના બદલે માતૃશાળાના કેન્દ્ર અથવા તાલુકા મથકે બેઠક વ્યવસ્થા ફાળવામાં આવે તે માટે વાલી મંડળના પ્રમુખેેે શિક્ષણ બોર્ડના પરીક્ષા સચિવનેે પત્ર લખીને રજઅુાત કરી છે. જેમાં જણાવાયુ છે કે કાળી-દહેગામથી લગભગ ૧૦૦ કી.મી. દૂર ભરૂચ પરીક્ષા માટે કેન્દ્ર ફાળવામાં આવતા આ વિદ્યાર્થીઓની હાલત કફોડી બની છે.
આ જ રીતે અમદાવાદમાં પણ ખુબ જ દૂર પરીક્ષા કેન્દ્ર ફાળવવામાં આવતા હોવાની પણ ફરીયાદ ઉઠવા પામી છે. ધોરણ ૧૦ ના વિદ્યાર્થીઓની ઉંમર ઓછી હોવાના કારણે વાલીઓએે પણ તેમની સાથે ૧૦૦ કી.મી. દૂર પરીક્ષા આપવા માટે સાથે જવાની ફરજ પડે છે. જેના લીધે તેમને આર્થિક અને માનસિક બોજાે પડે છે. ઉપરાંત ઘણા કિસ્સામાં આવા વિદ્યાર્થીઓને ખુબ જ દૂરના કેન્દ્ર પર પરીક્ષા આપવા માટે જવાનું હોવાથી તેઓ પરીક્ષા આપવાનું જ ટાળી દેતા હોય છે.
જેના પગલે મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ પરીક્ષા માટે નોંધણી તો કરાવે છે પરંતુ પરીક્ષા આપવા જતા નથી. જાે રીપીટર વિદ્યાર્થીઓની પરીક્ષા કેન્દ્રો તાલુકા મથકે ગોઠવવામાં આવે તો તેમને પણ રાહત મળેે એમ હોઈ વાલીમંડળ દ્વારા બોર્ડને આ અંગે રજુઆત કરી હોવાનું જાણવા મળે છે.